વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ એક જ કારમાં બેસીને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. આ તસવીર ભારત અને જર્મની વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી વિશ્વના અનેક નેતાઓ સાથે આ રીતે કારપ્રવાસ કરી ચૂક્યા છે. ડિસેમ્બરમાં જોર્ડનના ક્રાઉન પ્રિન્સ જાતે ડ્રાઈવ કરીને મોદીને લઈ ગયા હતા. તેવી જ રીતે ઇથિયોપિયાના વડાપ્રધાન અને મોદી એક જ કારમાં જોવા મળ્યા હતા. તો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાત સમયે પણ વડાપ્રધાન એક જ કારમાં જોવા મળ્યા હતા.


