બ્રિટન પર સૌથી વધુ વર્ષો સુધી શાસન કરવાનો વિક્રમ સ્થાપનાર બ્રિટનના મહારાણી એલિઝાબેથ પોતાના અશ્વપ્રેમ માટે જાણીતા છે અને હજુ ૮૯ વર્ષની વયે પણ ઘોડેસવારી કરે છે. તાજેતરમાં મહારાણીએ ફાઇફના લ્યુચર્સ સ્થિત રોયલ સ્કોટ્સ ડ્રેગન ગાર્ડ્ઝના નવા મથકની મુલાકાત લીધી હતી. રોયલ એરફોર્સના જુના એરબેઝ ખાતે બનાવાયેલા આ મથક ખાતે મહારાણીએ રેજીમેન્ટલ ડ્રમના ઘોડા 'તાલાવેરા'ને જોયો હતો. માસુમ બાળકની જેમ મહારાણી પણ અશ્વને જોઇ ઉભા રહી ગયા હતા અને તુરંત જ પોતાની પાસેની પોલો મિંટ કાઢીને અશ્વને ખવડાવી હતી. કહેવાય છે કે મનુષ્ય જ્યાં સુધી કુદરત અને પશુપંખી સાથે જોડાયેલો છે ત્યાં સુધી તે મનથી યુવાન રહે છે.