મોસ્કોઃ રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. બોયત્સોવે કોઈપણ સુરક્ષા સાધનો કે પેરાશૂટ વિના હોટ એર બલૂન નીચે 1500 મીટરની ઊંચાઈએ આ સાહક કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. વીડિયોમાં બોયત્સોવે એક ચોરસ પ્લેટફોર્મ પર જોવા મળે છે જે હોટ એર બલૂનના ફુગ્ગા સાથે જોડાયેલ છે. તે તેના પર અદ્ભુત જિમ્નાસ્ટિક્સ કરતો જોવા મળે છે.