40 વર્ષ બોક્સમાં કેદ રહેવા છતાં જીવતો રહ્યો કાચબો

Thursday 16th June 2022 07:02 EDT
 
 

સાઓ પાઉલોઃ બ્રાઝિલમાં મેન્યુએલા નામનો પાલતુ કાચબો 40 વર્ષ સુધી ઘરની અગાશીમાં એક બોક્સમાં પૂરાયેલો રહ્યા બાદ પણ જીવતો મળી આવ્યો છે. અલ્મીડા પરિવારે 1980ના દાયકામાં એક કાચબો પાળ્યો હતો. આ કાચબો લાયોનેલ અલ્મીડાએ તેની આઠ વર્ષની પુત્રી લેનિતાને તેના જન્મદિને ભેટ આપ્યો હતો. લેનિતાએ જ તેનું નામ મેન્યુએલા રાખ્યું હતું. 1982માં એક દિવસ મેન્યુએલા અચાનક લાપતા થઇ ગયો હતો અને તે જ અરસામાં લાયોનેલના આકસ્મિક મોતને પગલે અલ્મીડા પરિવાર આ ઘર છોડી દઇને બીજે રહેવા જતો રહ્યો. 

વાતને વર્ષો વીતી ગયા. ગત 28 મેના રોજ લેનિતા જૂના ઘરે જઇને તેના પિતાનો સામાન ફંફોસવા લાગી તો તેને અગાશીમાં એક બોક્સ જોવા મળ્યું. તેણે કૂતુહલવશ બોક્સ ખોલ્યું તો તેમાં મેન્યુએલા દેખાયો, અને તે ખુશ થઇ ગઇ. પણ બોક્સમાં બંધ રહેવા છતાં મેન્યુએલા જીવતો કઇ રીતે રહ્યો? વેટરનરી ડોક્ટર્સનું કહેવું છે કે મેન્યુએલા વુડન ફ્લોર પરની ઉધઇ ખાઇને જીવતો રહ્યો. અને તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter