દુનિયામાં અત્યંત દુર્લભ થાઈ અલ્બિનો વોટર બફેલો એટલે કે થાઈ પાડો કો મુઆંગ ફેટ પાંચ લાખ ડોલર (અંદાજે રૂ. 4.50 કરોડ)માં વેચાયો છે, જે અત્યાર સુધીમાં કોઈપણ પાડાની વિક્રમજનક કિંમત છે. 6 ફૂટ આ પાડાની વિશેષતા તેની ઊંચાઈ નહીં પરંતુ તેનો ડીએનએ છે. આ પાડો વર્ષોથી પ્રજનન સ્પર્ધામાં છવાયેલો રહ્યો છે. કો મુઆંગ ફેટની વિક્રમજનક ઊંચી કિંમતનું કારણ એ છે કે તેના લગભગ 90 ટકા સંતાનો દુર્લભ અલ્બિનો ગુણ વારસામાં લઈને આવે છે. આ પાડો દુનિયામાં દુર્લભ મનાય છે અને તેના જિનેટિક્સ ભાવિ પેઢીના એલીટ પશુધનને આકાર આપી શકે છે. કો મુઆંગ ફેટને વિક્રમી કિંમતે ખરીદનારનું માનવું છે કે આ માત્ર પશુ નથી, તે એક પ્રકારે મૂડીરોકાણ પણ છે.


