ISના ૨૦ કિલો સોના સહિત ૫૦ કરોડ ડોલરનો નાશ

Wednesday 24th February 2016 08:01 EST
 

દમાસ્કસ, મોસુલઃ ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટનો ખાતમો બોલાવવા અમેરિકાએ કરેલા હુમલામાં ૨૧મી ફેબ્રુઆરીએ આતંકવાદી નહીં પણ તેમના નાણાં ભંડારો નષ્ટ થઈ ગયા છે. હુમલામાં આઈએસની ૫૦ કરોડ ડોલરની રોકડ ભસ્મીભૂત થઈ ગઈ છે અને આઈએસએ ભેગું કરેલું ૨૦ કિલો સોનું પણ એક હવાઈ હુમલામાં નષ્ટ થઈ ગયું છે. અમેરિકા અને બ્રિટનના જાસૂસોને માહિતી મળી હતી કે, આઈએસ આતંકવાદીઓને પગાર તેમજ ભથ્થા આપવામાં રોકડ રકમની તંગી અનુભવી રહ્યું છે. આ દિશામાં તપાસ કરતાં માલૂમ પડયું હતું કે, અમેરિકાના હવાઈ હુમલામાં તેના કરોડો ડોલર અને સોનાનો નાશ થઈ ગયો છે. આઈએસ તેના આતંકવાદી ઓપરેશન માટે આ જ રોકડ નાણાંનો ઉપયોગ કરતું હતું, જે તેણે ઓઈલના કારોબારમાંથી મેળવ્યા હતા.
આ દરમિયાન અમેરિકાએ આઈએસને નબળું પાડવા તેના ઓઈલના કારોબારને તોડી પાડવા પ્રયત્ન કર્યા. આઈએસ ઓઈલના ભંડારો ધરાવતા વિસ્તારો વિસ્તારની કંપનીઓ પાસેથી ખંડણી ઉઘરાવે છે. અલબત્ત, કેટલીક કંપનીઓ જ આઈએસની દેખરેખ હેઠળ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter