અંતરીક્ષના ઝરુખેથી ભવ્ય હિમાલય દર્શન

Sunday 10th January 2021 05:00 EST
 
 

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ બરફથી છવાયેલા હિમાલયની અંતરિક્ષમાંથી લેવાયેલી અદભુત તસવીર શેર કરી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી ક્લિક થયેલી આ તસવીર ‘નાસા’એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીરમાં હિમાલયની પર્વતમાળા તથા દૂર ક્ષિતિજમાં સૂરજના રેડિએશનના લીધે નિર્મિત ‘એરગ્લો’ દેખાય છે, જે ઓક્સિજન અને નાઇટ્રોજન પાર્ટીકલ્સના કારણે સર્જાય છે. ‘નાસા’ના જણાવ્યા મુજબ તસવીરમાં એરગ્લોની નીચે દિલ્હી શહેરની લાઇટ્સ દેખાય છે. આ તસવીરમાં છેક પાકિસ્તાનના લાહોર શહેરની લાઇટ્સ પણ જોવા મળી રહી છે. ઇન્સ્ટા પર આ તસવીર મૂકાયાની ગણતરીની મિનિટોમાં ૧૧ લાખથી વધુ લોકોએ લાઇક કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter