અનુ કપૂર ફ્રાન્સમાં લૂંટાયો

Friday 01st July 2022 08:00 EDT
 
 

બોલિવૂડના પીઢ અભિનેતા અનુ કપૂરને ફ્રાન્સની ટૂરમાં બહુ માઠો અનુભવ થયો છે. તેમની કિંમતની ચીજવસ્તુઓ અને રોકડની ચોરાઇ છે. સોશિયલ મીડિયા પર આ આઘાતજનક અનુભવ શેર કરતાં અનુ કપૂરે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે હું આજકાલ યુરોપની ટૂર પર છું. દુઃખની વાત એ છે કે મારાં કિમતી ગેજેટસ અને રોકડ તથા મારી બેગની ફ્રાન્સમાં ચોરી થઈ ગઈ છે. અભિનેતાના જણાવ્યા અનુસાર તેઓ ત્યાં ટ્રનમાં પ્રવાસ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની બેગ ચોરાઈ ગઈ હતી. તેમાં ફ્રેન્ક અને યુરો બંને ચલણની ઘણી બધી નોટો હતો. આ ઉપરાંત તેમાં આઈપેડ, ડાયરી, ક્રેડિટ કાર્ડ સહિતની કેટલીય કિંમતી ચીજવસ્તુઓ હતી. આ બધું મેં ગુમાવી દીધું છે... અનુ કપૂરે ફ્રાન્સ પ્રવાસે જતાં ચાહકોને અનુરોધ પણ કર્યો હતો કે અહીં ફરતી વખતે ધ્યાન રાખજો. આ એક નંબરના ખિસ્સાકાતરુઓ, દગાબાજો અને તસ્કરોનો દેશ છે.
નસીબજોગે અનુ કપૂરનો પાસપોર્ટ અલગ જગ્યાએ હોવાથી બચી ગયો છે. નહીંતર તેમણે વધારે તકલીફોનો સામનો કરવો પડ્યો હોત. તેમણે આ ચોરી માટે ફ્રાન્સ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવાના હોવાનું જણાવ્યું છે. કેટલાય ચાહકોએ તેમના માટે સાંત્વના વ્યક્ત કરી છે તો કેટલાક ચાહકોએ પોતાના પેરિસ પ્રવાસના અનુભવો શેર કરતાં કહ્યું છે કે વાસ્તવમાં પેરિસ તસ્કરો માટે બહુ કુખ્યાત બની ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter