અને ઉરાંગઉટાંગે મદદનો હાથ લંબાવ્યો...

Sunday 16th February 2020 06:37 EST
 
 

ઈન્ડોનેશિયામાં આવેલા વિખ્યાત બોરેનો ઉરાંગઉટાંગ સર્વાઇવલ ફાઉન્ડેશનમાં તાજેતરમાં એક ભાવવહી દૃશ્ય જોવા મળ્યું હતું. ફાઉન્ડેશનમાં કામ કરનારો એક કર્મચારી આ વાનરોને કોઈ નુકસાન ન પહોંચે અને તેમના પર જીવનું જોખમ ન સર્જાય તે માટે નદીમાં સફાઈ માટે ઉતર્યો હતો. તે જ્યારે નદીમાંથી સાપ દૂર કરી રહ્યાો હતો ત્યારે જ એક ઉરાંગઉટાંગ નદીના કિનારે આવી ચઢ્યું હતું. તેને લાગ્યું કે આ માણસ નદીમાંથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યાો છે, પણ બહાર નીકળી શકતો નથી. આથી તરત જ તેણે ‘મદદનો હાથ’ લંબાવ્યો હતો. ઇન્ડોનેશિયાના અનિલ પ્રભાકર દ્વારા આ તસવીર ખેંચવામાં આવી છે અને હાલ આ તસવીર સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડીંગ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter