અમદાવાદ-નેવાર્ક ફ્લાઈટ સાથે પક્ષી અથડાતાં નેવાર્કનાં મુસાફરોને બીજી ફ્લાઈટમાં મોકલાયા

Friday 24th March 2017 12:24 EDT
 

અમદાવાદ: એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ ૧૭૧ ૨૩મીએ સવારે અમદાવાદથી ૨૪૨ પેસેન્જરો સાથે લંડન થઈ નેવાર્ક જવા રવાના થઈ હતી. ફ્લાઈટ લંડનના સ્થાનિક સમય મુજબ ૧૦.૩૯ કલાકે લંડનના હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી બરાબર તે સમયે બર્ડહિટની ઘટના બની. પક્ષી એરક્રાફ્ટના નોઝ સાથે અથડાયું હતું. જોકે પાયલટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવતા તમામ ૨૪૨ પેસેન્જરો અને ક્રૂ મેમ્બર્સનો બચાવ થયો હતો. ઘટનાને પગલે વિમાનને હિથ્રો એર પોર્ટ પર ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી હતી. જોકે લંડનથી આગળ નેવાર્ક જનારા મુસાફરોને અન્ય ફ્લાઈટમાં રવાના કરાયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter