અમારી સામેના માનવ સંહારના આરોપો માટે તમિલો જવાબદારઃ શ્રીલંકા

Friday 19th May 2017 07:20 EDT
 

કોલંબોઃ શ્રીલંકાની સરકારે દેશમાં ત્રણ દાયકા સુધી ચાલેલા આંતરવિગ્રહ માટે ‘લિટ્ટે’ તરફી તમિલ વસાહતીઓને જવાબદાર ઠેરવતા, સરકાર સામે અવારનવાર થતા તમિલોના સામૂહિક નાશ માટે પણ તેમને દોષિત ઠરાવ્યા હતા. શ્રીલંકા હાલ ‘લિટ્ટે’ના ઉન્મૂલની આઠમી જયંતિ ઊજવવાની તૈયારી કરી રહ્યો છે. ૧૨મીએ તમિલ નેશનલીસ્ટે પણ એક સપ્તાહના લાંબા સામૂહિક શોકના કાર્યક્રમની શરૂઆત કરી હતી. શ્રીલંકન તમિલો ત્યાંની સરકારે તેમના સામે ભરેલા પગલાને સામૂહિક જાતિનાશ ગણાવે છે અને તે માટે શોક મનાવે છે. તે સંદર્ભે ઉત્તરના કાઉન્સિલર એમ. કે. શિવજીલિંગમે કહ્યું હતું કે ૨૦૦૯માં એક લાખ જેટલા તમિલોનો સામૂહિક સંહાર થયો હતો જે એક પ્રકારે સમગ્ર જાતિ નાશનો જ પ્રયાસ હતો અને તે માટે અમે આંતરરાષ્ટ્રીય તટસ્થ તપાસ થાય તેમ ઈચ્છીએ છીએ. જ્યારે નાયબ સંરક્ષણ પ્રધાન રૂવાન વિજયવર્દનેએ લીટ્ટે તરફી તમિલ વસાહતીઓ જીનોસાઈડના આક્ષેપો કરતા હોવાની રજૂઆત કરતા કહ્યું હતું કે તેના કારણે દેશની છાપ ખરાબ થાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર અંગેની સંસ્થાએ પૂર્વે આંતરરાષ્ટ્રીય હાઈબ્રીડ કોર્ટનું સૂચવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter