વોશિંગ્ટન: અમેરિકાએ ઈઝરાયેલને 50 એફ-15 ફાઈટર જેટ અને હવામાંથી હવામાં માર કરતી આધુનિક મિસાઈલો સહિત 20 બિલિયન ડોલરના શસ્ત્રસરંજામના વેચાણને મંજૂરી આપી હોવાની જાણકારી સ્ટેટ વિભાગે આપી છે. શસ્ત્રસરંજામમાં ટેન્કનો દારૂગોળો, હાઇલી એક્સપ્લોઝિવ મોર્ટાર અને વ્યૂહાત્મક વાહનો સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે. અમેરિકાના આ નિર્ણયથી મિડલ ઇસ્ટમાં પ્રવર્તતી લશ્કરી કટોકટીમાં ઈઝરાયેલને સંડોવતો સંઘર્ષ વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. શસ્ત્રોના આ સોદાનો હેતુ ઈઝરાયેલી લશ્કરની લાંબા ગાળાની ક્ષમતા વધારવાનો છે.