અમેરિકા તાઇવાનને આધુનિક યુદ્ધ ટેંકો, મિસાઈલો આપશેઃ ચીન લાલઘુમ

Thursday 18th July 2019 05:15 EDT
 

બેઈજિંગઃ અમેરિકા પોતાના સહિયોગી દેશ તાઇવાનને હથિયારો વેચવા જઇ રહ્યું છે જેને પગલે ચીન ચિડાયું છે. કેમ કે તાઇવાન દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને જે ઘુસણખોરી કરીને કબજો કરી લીધો છે તેનો વિરોધ કરી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે અમેરિકા અને તાઇવાનની મિત્રતા વધી રહી છે અને હવે અમેરિકા પોતાના આ મિત્ર દેશને યુદ્ધ હથિયારો પૂરા પાડવા લાગ્યું છે. તેથી હવે ચીને અમેરિકાને ચેતવણી આપી છે કે તે તાઇવાનને કોઇ પણ પ્રકારના હથિયારો ન વેચે કે મદદ ન કરે. અમેરિકા અને તાઇવાન વચ્ચે ૨.૨ બિલિયન ડોલરની ડીલ થઇ છે, જેના બદલામાં અમેરિકા તાઇવાનનો મોટા પાયે હથિયારો પૂરા પાડશે. જો અમેરિકા તાઇવાનને હથિયારો આપે તો તે મજબૂત બની જશે તેથી ચીન વિરોધ કરવા લાગ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter