અમેરિકાએ પહેલીવાર ક્યુબા વિરુદ્ધ વોટ ન આપ્યો

Thursday 03rd November 2016 07:40 EDT
 

સંયુક્ત રાષ્ટ્રઃ અમેરિકાએ ૧૯ ઓક્ટોબરે ૧૯૬૦મા પોતાનાં પડોસી દેશ ક્યુબા પર પ્રતિબંધ લગાવ્યા હતા. ત્યારથી ક્યુબા અમેરિકાના દુશ્મન સોવિયેત સંઘ અને પછી રશિયા સાથે રહ્યા. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા તે સમયથી ક્યુબા પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. ૨૮મીએ પહેલી વખત ક્યુબા પર પ્રતિબંધના સવાલ પર વોટિંગમાં અમેરિકા સામેલ થયું નહીં. અમેરિકાનું સાથી ઇઝરાયલ પણ વોટિંગથી દૂર રહ્યું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૧૯૩ દેશમાંથી ૧૯૧એ ક્યુબાનો સાથ આપ્યો.
પ્રસ્તાવમાં કહેવાયું કે ક્યુબા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધ સમાપ્ત કરવા જોઇએ. ૧૯૨૨ પછી દર વર્ષે પ્રસ્તાવ પર વોટિંગ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter