સ્ટોકહોમઃ ચિકિત્સા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર અમેરિકાના જેમ્સ એલિસન અને જાપાનના તાસુકુ હોન્જોને આ વર્ષનો નોબેલ પુરસ્કાર પ્રદાન થશે. જેમ્સ એલિસન ટેક્સાસ યુનિવર્સિટી અને હોન્જો જાપાનની ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર છે. આ બંને પ્રોફેસરોને કેન્સરની સારવાર માટે નવી થેરપી શોધવા બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
રૂ. ૭.૩૫ કરોડનું ઇનામ
આ પહેલાં ૨૦૧૪માં જેમ્સ એલિસન અને તાસુકુ હોન્જોને એશિયાનું ટેન્ગ પ્રાઇસ પણ એનાયત કરવામાં આવ્યું હતું. એશિયાના ટેન્ગ પ્રાઇસને એશિયાનો નોબેલ પુરસ્કાર કહેવાય છે. સ્વીડનની કારોલિન્સ્કા ઇન્સ્ટિટયૂટ વતી બંને વૈજ્ઞાનિકોને લગભગ રૂ. ૭ કરોડ ૩૫ લાખનું ઇનામ અપાશે.