અમેરિકામાં ગુજરાતી વેપારીના સ્ટોરમાંથી ગ્રાહકને ૩૦ લાખ ડોલરની લોટરી લાગી

Wednesday 03rd April 2019 08:44 EDT
 

કેલિફોર્નિયા: ગુજરાતી વેપારી ગૌતમ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા તે આખરે ૨૮મી માર્ચે આવી ગયો. કેલિફોર્નિયા સાનમાટેઓમાં ગૌતમ પટેલના સેન્ટરવૂડ લિકર સ્ટોરમાંથી પાવરબોલ ટિકિટનું વેચાણ થયું હતું. જેના છ વિનિંગ આંકડામાંથી પાંચ આંકડાની લોટરીનો સમાવેશ થાય છે. આ ટિકિટ ખરીદનારને અંદાજે ૩૦ લાખ ડોલરનું ઇનામ લાગ્યું છે.
૧૯૮૦ના દાયકામાં અમેરિકામાં સ્થળાંતર કરનાર ગૌતમ પટેલ અને તેમની પત્ની ટીના લગભગ ૨૫ વર્ષથી સાનમાટેઓમાં સ્ટોર ચલાવી રહ્યા છે. તેમણે અનેક લોટરી ટિકિટોનું વેચાણ કર્યું છે, પરંતુ તાજેતરમાં તેમના સ્ટોરમાંથી વેચાયેલી પાવરબોલ ટિકિટના છમાંથી પાંચ આંકડા મેચ થતા હતા. સ્થાનિક ન્યૂઝ ચેનલ એબીસી સેવને જણાવ્યું હતું કે, લોટરી ટિકિટના વિજેતાને અંદાજે ૩૦ લાખ ડોલર મળશે. સ્ટોરના માલિક ગૌતમ પટેલનું કહેવું છે કે તેઓ સ્ટોરના દરવાજા આગળ મિલિયન ડોલરનું બેનર ઇચ્છતા હતા. તેમની આ ઇચ્છા આખરે પૂરી થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter