અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

Saturday 03rd October 2026 11:57 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું હતું. આ અમેરિકી અણુ ઉર્જાની જરૂરિયાતના આશરે 26 ટકા જેટલું હતું.
રશિયા-યૂક્રેન યુદ્ધ પછી પણ અમેરિકી કંપનીઓની રશિયન યુરેનિયમ પરની નિર્ભરતા સમાપ્ત થઈ નથી. 2025માં રશિયા પાસેથી ખરીદાયેલી સંવર્ધન સેવાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. 1995થી 2013 વચ્ચે ચાલેલા મેગાટન્સ ટુ મેગાવોટ્સ પ્રોગ્રામ હેઠળ સોવિયેત કાળના 20,000 અણુ હથિયારોના યુરેનિયમે અમેરિકાની 10% વીજળીની જરૂરિયાત પૂરી કરી હતી. જ્યારે, 2030ના દાયકા પહેલાં અમેરિકી કંપનીઓ પોતાની જરૂરિયાતના સ્તર પર ઉત્પાદન શરૂ કરી શકશે નહીં. ભારત જેવા દેશો માટે આ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાને લઈને અમેરિકા ભારત પર સતત સવાલો ઉઠાવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter