અમેરિકામાં હવે ગર્ભવતીઓને નો-એન્ટ્રી

Tuesday 28th January 2020 07:16 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિઝાને લગતા વધુ કેટલાક નિયમો કડક કર્યાં છે. આ નિયમો હેઠળ ફક્ત બાળકને યુએસ સિટિઝનશિપ માટે અમેરિકા જતી અને સગર્ભા મહિલાઓએ વિઝા મેળવવા મુશ્કેલ બનશે.

અમેરિકામાં ‘બર્થ ટુરિઝમ’ ફૂલ્યું ફાલ્યું હોવાનો દાવો

અમેરિકન સરકારના જણાવ્યા અનુસાર, અમેરિકા સહિતના અનેક દેશોમાં બર્થ ટુરિઝમ ખૂબ ફૂલ્યું ફાલ્યું હતું. અમેરિકન કંપનીઓ આ માટે જાહેરખબરો પણ આપતી. આ માટે હોટલ રૂમ અને આરોગ્ય સુવિધા માટે કેટલીક કંપનીઓ તો ૮૦ હજાર ડોલર સુધીની વસૂલાત કરતી. રશિયા અને ચીન જેવા દેશોની અનેક મહિલાઓ ફક્ત બાળકને જન્મ આપવા અમેરિકા આવતી. જોકે, ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી આવી અનેક ખામી સામે કડક પગલાં લીધાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter