સાઉદી અરબમાં અલ-ઉલા તેની પૌરાણિક સભ્યતા અને અવશેષો માટે પ્રસિદ્ધ છે. આ ક્ષેત્ર પ્રાચીન ‘લદાની માર્ગ’નો મહત્ત્વપૂર્ણ પડાવ હતો, જે દક્ષિણી અરબને ભૂમધ્ય સાગર સાથે જોડતો હતો. અહીં નબતિતાઈ ખંડેર છે, જે જોર્ડનના વિખ્યાત પેત્રા શહેર સાથે જોડાયેલા છે. આ ખંડેરોમાં 100થી વધુ ખડકાળ મકબરા છે. અહીં દદન અને લિહયાનની પ્રાચીનતમ સભ્યતાઓનું રહસ્ય પણ સચવાયેલું છે, જે 2 લાખ વર્ષ પુરાણી છે.