સ્પેનના અલકાજાર દે સેગોવિયા માત્ર એક કિલ્લો નથી, પરંતુ ઇતિહાસની અદભૂત કહાની છે. કહેવાય છે કે ડિઝનીના સિન્ડ્રેલા કેસલનો પ્રેરણાસ્રોત આ અદભૂત સ્થાપત્ય છે. પહાડીની ઊંચાઇ પર આવેલો આ કિલ્લો પ્રાચીન કાળથી સંરક્ષણના દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્ત્વનો રહ્યો છે. આ કિલ્લાને આજે દુનિયા જે ભવ્ય સ્વરૂપે નિહાળે છે તેનું શ્રેય જાય છે કિંગ જ્હોન દ્વિતીયને. તેમણે આ પુરાણા જર્જરિત કિલ્લાનું નવનિર્માણ કરાવ્યું હતું.