અસાધારણ પ્રતિભાઓને યુએઈ ૧૦ વર્ષના વિઝા આપશે

Wednesday 23rd May 2018 08:39 EDT
 

દુબઈઃ યુએઈએ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થી સહિતના આતંરરાષ્ટ્રીય રોકાણકારો અને 'અસાધારણ પ્રતિભાઓ'ને ૧૦ વર્ષ માટેના રહેણાક વિઝા આપવાની જાહેરાત કરી છે. યુએઇના વાઇસ પ્રેસિડેન્ટ, વડા પ્રધાન તથા શાસક શેખ મોહમ્મ્દ બિન રશીદ અલ મક્તુમની આગેવાનીમાં ૨૧મી મેએ યોજાયેલી કેબિનેટમાં આ નવા પ્રવેશ વિઝાનો પ્રસ્તાવ મંજૂર કરાયો હતો. તેમણે કહ્યું કે, મેડિકલ, વિજ્ઞાન, સંશોધન અને ટેક્નિકલ ક્ષેત્રોમાં તેમજ વિજ્ઞાનીઓ અને ઇનોવેટર્સ માટે ૧૦ વર્ષના રહેણાક વિઝા ગ્રાન્ટ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ૫ વર્ષના સ્ટુડન્ટ વિઝા તેમજ અસાધારણ પ્રતિભાઓને ૧૦ વર્ષના ખાસ રહેણાક વિઝા આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter