ઇન્ડિયન અમેરિકન ટી.વી રિપોર્ટરનું અકસ્માતમાં મૃત્યુ

Wednesday 22nd July 2020 07:47 EDT
 
 

ન્યૂ યોર્કઃ CBS રિપોર્ટર તરીકે વિખ્યાત ૨૬ વર્ષીય નીના કપૂરનું મોપેડ અકસ્માતમાં ૧૭ જુલાઇના રોજ મૃત્યુ નિપજ્યું છે. નીના જૂન ૨૦૧૯માં ન્યૂ યોર્કમાં CBSમાં રિપોર્ટર તરીકે જોડાયાં હતાં તેમનો હસમુખો ચહેરો અને સમાચાર આપવાની આકર્ષક સ્ટાઈલને કારણે તે વિખ્યાત હતાં. ઉપરાંત ત્રણ રિજિયોનલ ન્યૂઝની જવાબદારી સંભાળતાં હતાં. આ પહેલાં તેઓ ન્યૂઝ કનેક્ટીકટમાં ફરજ બજાવતાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter