વોશિંગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ ડીલ થઈ રહી છે, પરંતુ જો એવું થયું તો ભારતે વધુ કડક અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. એક ઈન્ટરવ્યૂમાં રુબિયોએ કહ્યું કે દરેક દેશ પોતાની વિદેશ નીતિ જાતે બનાવે છે અને કેટલાય દેશો ઈરાન સરકાર સાથે વાતચીત કરે છે પરંતુ કોઈ પણ દેશે ઈરાનને કમાણી કરવામાં મદદ ન કરવી જોઈએ. ઈરાન આ પૈસાનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરે છે.


