તહેરાનઃ તાજેતરમાં ઇરાનના રાષ્ટ્રપતિ ખામેનેઈને આંચકો આપનારી ઈરાનની ક્રાંતિ પાછળ અમેરિકી ષડયંત્ર કામ કરી રહ્યું હતું. ટ્રમ્પના નજીકના સાથીદારે જ હવે તે અમેરિકી પડયંત્રનો ઘટસ્ફોટ કર્યો છે. અમેરિકી નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટે ઈરાનની તાજેતરની ક્રાંતિ પાછળ અમેરિકી પડયંત્રે નિભાવેલી ભૂમિકાનો ફોડ પાડતાં દાવો કર્યો હતો કે ટ્રમ્પે એક ‘ખાસ પ્રકારનો ફાયર’ કરતાં ઈરાન ઘૂંટણિયે પડી ગયું હતું. આ કોઈ મિસાઈલ કે ટેન્ક હુમલો નહોતો, પરંતુ કાગળના ટુકડાની રમત હતી. તેમણે દાવો કર્યો હતો કે ઇરાનની તાજેતરની ક્રાંતિ અને દેખાવો પાછળ અમેરિકાએ સમજીવિચારીને અમલમાં મુકેલું ષડયંત્રક્ષ કામ કરી રહ્યું હતું.
બેસેન્ટ સ્પષ્ટતા કરી કે વોશિંગ્ટને જાણીબુઝીને ઈરાનમાં ડોલરની અછત ઉભી કરી હતી. રિયાલને બરબાદ કરતાં જ જનતાને સડક પર ઉતરવા મજબૂર થવું પડયું હતું. ટ્રમ્પની મેક્ઝિમક પ્રેશરની નીતિ હેઠળ આ યોજના ઘડાઇ હતી. ઈરાનનું અર્થતંત્ર પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2025માં ઈરાનમાં સરકારવિરોધી દેખાવો શરૂ થતાં સર્જાયેલી હિંસાએ 150 બાળકો સહિત 6800 લોકોનો ભોગ લીધો હતો. ઈરાનમાં 1979ની ક્રાંતિ પછીનું આ સૌથી મોટું સંકટ હતું.
ઈરાનમાં ડોલરની અછત સર્જવાની યોજના હેઠળ ઇરાનના અર્થતંત્રની ધમનીને કાપીને તેને નબળું કરવા પ્રયાસ થયો હતો. ઈરાન તેની આવક માટે તેલ નિકાસ પર નિર્ભર છે.


