ઇરાનમાં હિજાબના વિરોધ મામલે સ્થિતિ બેકાબૂ

Thursday 29th September 2022 06:04 EDT
 
 

તહેરાન: ઈરાનમાં હિજાબનો વિરોધ કરનાર 22 વર્ષની એક કુર્દિશ યુવતીના કસ્ટોડિયલ મૃત્યુને લઈને સરકાર સામે ફાટી નીકળેલો વ્યાપક વિરોધ લગભગ 80 શહેરોમાં ફેલાઈ ગયો છે. પોલીસે હિજાબ સંબંધિત કડક કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાની ધરપકડ કરી હતી. માહસા અમીનીના મૃત્યુ બાદ સેંકડો દેખાવકારોએ શેરીઓમાં ઉતરી આવી સરકારવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જે ઇસ્લામિક શાસન અને દેશના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખોમૈની તરફ નિશાન સાધતા હતા. દેખાવકારોમાં મોટાભાગે મહિલાઓ છે. ઈરાનના સરકારી ટેલિવિઝને જણાવ્યું હતું કે સુરક્ષા દળો સાથેની હિંસક અથડામણમાં મૃત્યુઆંક વધીને 26 થઈ ગયો છે. આ અશાંતિ તાજેતરના વર્ષોમાં સૌથી વધુ વ્યાપક છે, જે ઈરાનના લગભગ 80 શહેરોમાં ફેલાઈ ગઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મશહદ, કુચાન, શિરાઝ, તબરીઝ અને કરાજમાં દેખાવકારોને કાબૂમાં લેવાના પ્રયાસમાંપાંચ સુરક્ષાકર્મી માર્યા ગયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter