ઇલિનોઇસ જનરલ એસેમ્બ્લીમાં ચૂંટાયેલા સબા હૈદર પ્રથમ દક્ષિણ એશિયન મહિલા

Tuesday 17th November 2026 09:54 EST
 
 

શિકાગોઃ મૂળ ભારતના ઉત્તર પ્રદેશના બુલંદશહરના અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થિની સબા હૈદર ઇલિનોઇસની જનરલ એસેમ્બલીમાં ચૂંટાઈ આવનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા બનીને ઇતિહાસ રચ્યો છે. યુએસ મિડટર્મ ચૂંટણીમાં ઇલિનોઇસના 84મા હાઉસ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડતા સબા હૈદરે 20,756 મત મેળવી ભવ્ય વિજય નોંધાવ્યો હતો. તેમણે પોતાના હરીફ રિપબ્લિકન ઉમેદવાર બ્રાયન સ્કોપાને પરાજય આપ્યો હતો, જેમને 8,520 મત મળ્યા હતા. વાઇલ્ડલાઇફ સાયન્સથી રાજકારણ સુધીની સફર બુલંદશહરમાં જન્મેલા સબા હૈદરે AMUમાંથી વાઇલ્ડલાઇફ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને ભારતમાં વાઇલ્ડલાઇફ ઇકોલોજિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આશરે 19 વર્ષ પહેલાં તેઓ પોતાના પતિ અલી સાથે અમેરિકા સ્થળાંતરિત થયા હતા અને ઇલિનોઇસને પોતાનું ઘર બનાવ્યું હતું. પોતાની ઐતિહાસિક જીત બાદ વાતચિત કરતા સબા હૈદરે આ જીતને તળસપાટીના કાર્યકરો અને જનતાની જીત ગણાવી હતી અને સમાજને વધુ મજબૂત, સમૃદ્ધ અને સર્વસમાવેશી બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter