ઈઝરાયલ પર ૩૭૦ રોકેટથી ગાઝી હુમલો

Wednesday 14th November 2018 07:07 EST
 

જેરુસલેમઃ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે તણાવે છેલ્લાં કેટલાંક દિવસોથી હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે. હવે આ તણાવ વધુ ભીષણ થવાની આશંકા છે. પેલેસ્ટાઇન તરફથી કરેલા રોકેટ હુમલાથી સાઉથ ઇઝરાયલમાં એક ઇમારત ધ્વસ્ત થઇ ગઇ હતી.
આ હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. ૨૦૧૪ની ગાઝા વોર બાદ ઈઝરાયલ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. જવાબમાં ઇઝરાયલની સેના પણ ગાઝામાં પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓને નિશાન બનાવી રહી છે. ઈઝરાયલનો દાવો છે કે, સોમવારે બપોર બાદ તેના ઉપર ગાઝાની તરફ અંદાજિત ૩૭૦ રોકેટથી હુમલો કર્યો હતો, જેમાંથી અંદાજિત ૧૦૦ને ઇન્ટરસેપ્ટ કરીને નિષ્ફળ કરી દેવામાં આવ્યા હતા.
હકીકતમાં, ઈઝરાયલ સ્પેશિયલ ફોર્સના ગાઝા પટ્ટીમાં ઘાતક અભિયાન ચલાવ્યા બાદથી ગાઝા તરફથી રોકેટ હુમલા થઇ રહ્યા છે. ઇઝરાયલની સેનાનું કહેવું છે કે, ગાઝા તરફથી પ્રતિ મિનિટ એકથી વધુ રોકેટ હુમલા કરવામાં આવી રહ્યા છે. સેનાએ રોકેટ હુમલાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter