ઈઝરાયલમાં ૧૦૦૦ વર્ષ જૂનો સુવર્ણ સિક્કા ભરેલો ચરુ મળ્યો

Sunday 27th September 2020 04:51 EDT
 
 

તેલઅવીવઃ ઇઝરાયલમાં નવા બાંધકામની તૈયારી માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન ટીનેજર મજૂરોને એક માટીના કુંજામાંથી ૧૦૦૦ વર્ષ જૂના સોનાના સિક્કા મળી આવ્યા હતા. ઇઝરાયલ એન્ટિક્વિટિસ ઓથોરિટીએ જાહેરાત કરી છે કે મધ્ય ઇઝરાયલમાંથી આ સિક્કા મળી આવ્યા છે.
આશરે ૧૧૦૦ વર્ષ પહેલાં આ ખજાનાને દાટવામાં આવ્યો હોય તેમ લાગે છે. જેણે પણ આ સિક્કાઓને અહીં છુપાવ્યા હતા, તેની ઈચ્છા ફરી ક્યારેય તેને બહાર કાઢવાની નહોતી તેવું ચરુની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે. આ સિક્કાને શોધનારા મજૂરે કહ્યું હતું કે મેં જ્યારે થોડુંક ખોદકામ કર્યા બાદ રેતીને દૂર કરી તો મને કેટલાક પાતળા પાંદડા પડ્યાં હોય તેવું જણાયું હતું. જોકે, ધ્યાનથી જોયું તો ખબર પડી કે આ તો સોનાના સિક્કા છે. આ વિશિષ્ટ અને પ્રાચીન ખજાનાને શોધીને હું ખુશ છું. નવમી સદીમાં અબ્બાસીડ કેલીફાટનો સમય હોવાનું મનાય છે અને તમામ સિક્કા ૨૪ કેરેટ સોનાના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter