ઈઝરાયેલમાં 4 વર્ષમાં પાંચમી વખત ચૂંટણી

Sunday 10th July 2022 09:22 EDT
 
 

તેલ અવિવઃ ઈઝરાયેલમાં ફરી એકવાર સંસદનો ભંગ કરવામાં આવ્યો છે. એક ખાસ ઠરાવ પાસ કરીને નવી ચૂંટણી યોજવાનો રસ્તો ખોલવામાં આવ્યો છે. તમામ પક્ષોએ નવેસરથી ચૂંટણીની તરફેણ કરી છે. હવે 1 નવેમ્બરે નવી ચૂંટણી યોજવામાં આવશે. 2019થી 2022 વચ્ચે પાંચમી વખત ચૂંટણી યોજવાની નોબત આવી છે. નફ્ટાલી બેનેટની સરકારમાં નંબર ટુ રહેલા યૈર લેપિડને રખેવાળ સરકારના સુકાની બનાવાયા છે. ઈઝરાયેલમાં છેલ્લા થોડા સમયથી રાજકીય અસ્થિરતા સર્જાઈ હતી. એક તબક્કે એવું મનાતું હતું કે પૂર્વ પીએમ બેન્જામિન નેતન્યાહૂ ફરી કેટલાક સભ્યોનો ટેકો લઈને સરકાર રચશે પણ તેમણે પણ નવેસરથી ચૂંટણી યોજવાની તરફેણ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter