ઈટાલીમાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ

Thursday 03rd November 2016 07:34 EDT
 

રોમ: મધ્ય ઈટાલીમાં રવિવારે ભૂકંપના શક્તિશાળી આંચકા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૬ની માપવામાં આવી હતી. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે જેને લીધે ત્યાં સદીઓ જૂની ઈમારતોને નુકસાન થયું હતું. અનેક મકાનો અને ઈમારતો ધરાશાયી થઈ હતી. સરકારે લોકોને શાંતિ અને સંયમ રાખવા કહ્યું છે, જોકે આ ભૂકંપના કોઈ જાનહાનિ થયાના અહેવાલો નથી, જોકે મકાનો પડી જવાને કારણે કેટલાંક લોકોને ઈજા થઈ છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાંથી ૧,૩૦૦થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવાયાં છે. હજારો લોકો હજી તેમનાં ઘરબાર છોડીને કારમાં કે હોટેલો અને આશ્રયસ્થાનમાં રહેવાનું પસંદ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter