ઈમરાન ખાનની રેલી રોકવા શરીફે રસ્તા બ્લોક કર્યા

Thursday 03rd November 2016 07:37 EDT
 
 

ઈસ્લામાબાદઃ ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાનને બીજી નવેમ્બરે ઈસ્લામાબાદ બંધની જાહેરાત કરી છે. વિરોધ પ્રદર્શન વર્તમાન નવાઝ શરીફની સરકારના કામોમાં પારદર્શિતામાં ઊણપના વિરોધમાં છે. શરીફનું નામ પનામા પેપર્સ લીકમાં પણ ઉછળ્યું હતું. એવામાં ઈમરાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફે મોટા પાયે વિરોધ પ્રદર્શનની યોજના બનાવી છે. રેલી રોકવા માટે શરીફ સરકારે ૫૦ હજાર જવાન નિયુક્ત કર્યા છે. ઈસ્લામાબાદ પહોંચતા બધા રસ્તા બ્લોક કરી દેવાયા છે. રોડ પર કન્ટેનર મૂકી દીધા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter