ઈરાનની નિકાસ અટકાવવામાં અમારો સાથ આપોઃ યુએસની સોદાબાજી

Friday 26th April 2019 07:48 EDT
 

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કેટલાક સાથી દેશોને આપેલી છૂટછાટોનો અંત લાવી દેવાની સાથે જ ભારત પાસેથી એક મોટી કિંમત પણ માગી છે. વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવ્યું છે કે, પુલવામામાં આતંકવાદી હુમલા પછી આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની પડખે ઊભો રહ્યો છે. હવે ઈરાનના આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પાસેથી એવી જ અપેક્ષા રાખે છે.

ઈરાનની ટોચની નિકાસને બંધ કરાવી દેવાનું પગલું લેતાં અમેરિકાએ જણાવ્યું હતું કે, અમેરિકા હવે ઈરાનના ક્રૂડ તેલના ગ્રાહકોને ઈરાન પર લાગુ કરાયેલા પ્રતિબંધોમાંથી વધુ રાહતો અપાશે નહીં. ભારતને અપાયેલી છૂટ પહેલી મેના રોજ પૂરી થાય છે. બીજી મેના રોજથી ભારત ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરી શકશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter