ઈસ્લામાબાદમાં પ્રથમ હિન્દુ મંદિરના નિર્માણને મંજૂરી મળી

Tuesday 29th December 2020 15:51 EST
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણને ઇમરાન ખાનની સરકારે આખરે મંજૂરી આપી છે. સ્થાનિક કટ્ટરવાદીઓના ઉગ્ર વિરોધને બાજુમાં મૂકીને ઇમરાન ખાન સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદમાં ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે, જોકે છ મહિના પહેલા જ તેનું કામ શરૂ થઇ ગયું હતું, પણ સ્થાનિક કટ્ટરવાદીઓએ રેલીઓ કાઢી ઇમરાન ખાન સરકાર પર કામ અટકાવવા દબાણ કર્યું હતું. જેને પગલે સરકારે આ કામને રોકી દીધું હતું પણ હાલ મામલો શાંત પડી રહ્યો જણાતા ફરી તેના નિર્માણને મંજૂરી આપી દીધી છે. જોકે સાથે જ સરકારે મંદિરના નિર્માણને લઇને કેટલીક સ્પષ્ટતા પણ કરી છે અને શરતો મૂકી છે. સરકાર દ્વારા જાહેર નિવેદન અનુસાર પ્રાંગણમાં અમુક જગ્યાએ દિવાલોને બદલે તાર ફેન્સિંગ કરવાનું રહેશે, સાથે જ મંદિર અને અન્ય દિવાલોની ઉંચાઇ પણ એક લિમિટ સુધી રાખવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter