બેઇજિંગઃ ચીનના હાંગઝોઉમાં એક અદભૂત એઆઈ રેસ્ટોરાં કાર્યરત છે, જ્યાં ખાવાનું કસ્ટમરની પસંદગીથી નહીં પરંતુ તેના ચહેરાના હાવભાવ વાંચીને નક્કી કરવામાં આવે છે. શિહૂ પ્રાંતમાં આવેલી આ રેસ્ટોરાંમાં એઆઈ સિસ્ટમ કસ્ટમરનો ચહેરો અને જીભ સ્કેન કરે છે, ત્યારબાદ તેની લાઇફસ્ટાઇલ અને મૂડના આધારે તેના સ્વાસ્થ્ય માટે હિતકારી વાનગીઓનું સૂચન કરે છે. આ રેસ્ટોરાંની વિશેષતા એ છે કે અહીં ઓર્ડર લેવાથી માંડીને રસોઈ બનાવવા અને પીરસવા સુધીનું પોણા ભાગનું કામ આઠ રોબોટ દ્વારા કરાય છે. આ રોબોટ તેમની કામગીરી માટે માનવીય શેફના ડેટાનો ઉપયોગ કરે છે, જેથી સ્વાદ હંમેશા એકસરખો રહે છે. અહેવાલો અનુસાર, ચીનમાં રોજિંદા જીવનમાં આવા રોબોટોનો ઉપયોગ વધી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ ખર્ચમાં ઘટાડો કરવાનું છે.


