એક વેળાના પાક. સંસદના સ્પીકર કાસિમ યુએસમાં ટેક્સી ચલાવે છે

Friday 13th February 2026 11:02 EST
 
 

વોશિંગ્ટનઃ પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીના ભૂતપુર્વ ડેપ્યુટી સ્પીકર અને ઇમરાન ખાનના રાજકીય પક્ષ પીટીઆઈ (પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ)ના વરિષ્ઠ નેતા કાસિમ ખાન સુરીનો એક વીડિયો સામે આવ્યો છે જેણે સૌ કોઈને પરેશાન કરી દીધા છે. સુરી જાતે જ કહે છે કે, એક સમયે પાક. સંસદના સત્રની અધ્યક્ષતા કરનારો આ વ્યક્તિ હાલમાં પોતાનં પેટ ભરવા માટે ક્યારેક અમેરિકામાં ઉબર (ટેકસી) ચલાવે છે.
અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર એક વીડિયોમાં સુરીએ પોતાની આપવીતી વર્ણવી છે. તે કહે છે કે તેણે ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે. સુરીનો આરોપ છે કે જેલમાં બંધ પાકિસ્તાનના ભુતપુર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું સમર્થન કરવાના કારણે તેને ભારે રાજકીય ઉત્પીડન સહન કરવું પડયું છે. તેનો આરોપ છે કે પાક. સરકારે તેની વિરુદ્ધ અસંખ્ય મનઘડંત કેસ દાખલ કરી દીધા છે. તેના બેન્ક ખાતા સીલ કરી દીધા છે અને તમામ સંપત્તિ જપ્ત કરી લીધી છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના પરિવારના સભ્યોનું અપહરણ કરાયું હતું જેના કારણે તેને ભારે મજબૂરી સાથે દેશ છોડવો પડ્યો હતો.
આટલી મુશ્કેલી પડવા છતાં કાસિમને ઈમરાનનો સાથ આપવા બદલ કોઈ પસ્તાવો નથી. તે કહે છે કે ઈમરાનની સાથે ઊભા રહેવા માટે આટલી કિંમત તો ચુકવવી જ પડે. સુરીએ 2023થી જેલમાં બંધ ઈમરાન અને તેની પત્નીની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેને અન્યાયપૂર્ણ રીતે જેલમાં રખાયો હોવાનો દાવો કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter