કેલિફોર્નિયામાં ઇરાદાપુર્વક વાઇનરીમાં આગચંપી કરનાર બિઝનેસમેન વિક્રમ બેરીની ધરપકડ
સારાટોગાઃ અમેરિકાના કેલિફોર્નિયાના બે એરિયાના સારાગોટામાં એક વાઇનરી ખાતે આગચંપીના આરોપસર બેટરએલવાયએફ વેલનેસના સ્થાપક 42 વર્ષીય વિક્રમ બેરીની ધરપકડ કરાઇ છે. બેરીએ ગેર્રોર્ડ ફાર્મ્સ એસ્ટેટ વાઇનરી ખાતે વાઇનની બોટલ ફેંકીને આગ ચાંપવાનો પ્રયાસ કર્યા બાદ તેની ટેસ્લા કારને અન્ય કારો સાથે ટકરાવી હતી. પોલીસ આવતાં બેરીએ કસ્ટડીમાં જવાનો ઇનકાર કરી વારંવાર નાસી છૂટવાનો પ્રયાસ કરતાં પોલીસે પેપરબોલનો ઉપયોગ કરી તેને અટકાયતમાં લીધો હતો.
000000000000000000
કેલિફોર્નિયામાં શરાબના નશામાં ભારતીયે 150 માઇલની ઝડપે અકસ્માત સર્જ્યો, મહિલાનું મોત
સેન રેમોનઃ અમેરિકાના કેલિફોર્નિયાના સેન રેમોનમાં બાદલ ધોલરિયા નામના 28 વર્ષીય ભારતીય યુવકે સર્જેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. ધોલેરિયા તેની ટેસ્લા મોડેલ એસ કારને 150 માઇલ પ્રતિ કલાકની ઝડપે હંકારી રહ્યો હતો. બાદલે લીગલ લિમિટ કરતાં વધુ શરાબનું સેવન કર્યું હતું. જોકે અકસ્માતમાં તેને સામાન્ય ઇજા થઇ હતી.
000000000000000000
પાર્સલ કાંડઃ વધુ એક ગુજરાતી વિદ્યાર્થી કેલિફોર્નિયામાં ઝડપાયો
સેન બર્નાડિનોઃ અમેરિકામાં પાર્સલ કાંડમાં મોટી સંખ્યામાં ભારતીયોની સંડોવણી સામે આવી રહી છે. પોલીસે તાજેતરમાં કેલિફોર્નિયાના સેન બર્નાડિનોમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થી તીર્થ સવાણીની બે લાખ ડોલરનું ગોલ્ડ પાર્સલ કલેક્ટ કરવાના આરોપસર ધરપકડ કરી હતી. અમેરિકામાં મોટાપાયે વૃદ્ધોને ફસાવીને ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે. તીર્થ ફોન સ્કેમના વિક્ટિમ 68 વર્ષીય અમેરિકન નાગરિક પાસેથી પાર્સલ લેવા ગયો ત્યારે ઝડપાઇ ગયો હતો.
000000000000000000
સાઉથ કેરોલિનામાં ગાંજો વેચતા ભાવિક પટેલની ધરપકડ
સાઉથ કેરોલિનાઃ અમેરિકાના સાઉથ કેરોલિનાની લેક્ઝિંગ્ટન કાઉન્ટીમાં ભાવિક પટેલ નામના ગુજરાતી યુવકની ગાંજો વેચવાના આરોપસર ધરપકડ કરાઇ હતી. સ્ટેટ એટર્ની જનરલના જણાવ્યા અનુસાર નશીલા પદાર્થ વેચવાના આરોપસર ભાવિક સહિત 12 એશિયનની ધરપકડ કરાઇ હતી. ભાવિક પટેલને 75 હજાર ડોલરના શ્યોરિટી બોન્ડ પર મૂકાયો છે.
000000000000000000
ગ્રીન કાર્ડ ઇન્ટર્વ્યુ દરમિયાન 30 વર્ષથી અમેરિકામાં રહેતી ભારતીય મહિલાની અટકાયત
બેલમોન્ટ શોર એરિયાઃ અમેરિકાના બેલમોન્ટ શોર એરિયામાં રહેતી 60 વર્ષીય ભારતીય મૂળની બબલીજિત કૌરની ગ્રીન કાર્ડ માટે ઇન્ટર્વ્યુ આપતી વખતે ફેડરલ એજન્ટો દ્વારા ધરપકડ કરાઇ હતી. બબલી કૌર 1994થી અમેરિકામાં રહે છે અને આ તેના ઇન્ટર્વ્યુનો છેલ્લો રાઉન્ડ હતો. બબલીની દીકરી અમેરિકન નાગરિક છે અને તેનો પતિ ગ્રીન કાર્ડ હોલ્ડર છે. બબલી કૌરને આઇસીઇના એડલેન્ટો ખાતેના ડિટેન્શન સેન્ટરમાં મોકલી અપાઇ હતી.
000000000000000000
અમેરિકાના જ્યોર્જિયામાં ગુજરાતીના મેકડોનાલ્ડ પર ગોળીબાર, એક કર્મચારીનું મોત
એલ્બર્ટનઃ અમેરિકાના જ્યોર્જિયાના એલ્બર્ટન સ્થિત ગુજરાતીની માલિકીના મેકડોનાલ્ડ્સમાં ગોળીબારની ઘટનામાં એક 17 વર્ષીય કર્મચારીનું મોત થયું હતું. પોલીસે 15 વર્ષીય સગીર શૂટરની ધરપકડ કરી હતી. ઘાયલ કર્મચારીને આલ્બર્ટ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો પરંતુ તેનું મોત થયું હતું. મૃતક કર્મચારી અને શૂટર એકબીજાને ઓળખતા હતા. ગુજરાતી માલિક હેમખેમ છે.
000000000000000000
લૂટમાં માર્યા ગયેલા સિક્યુરિટી ગાર્ડના પરિવારને વળતર ચૂકવવા ગુજરાતી માલિકને આદેશ
હવાનાઃ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં હવાનામાં મનીષ પટેલના ગેમ્બલિંગ કાફેમાં થયેલી લૂટ દરમિયાન સિક્યુરિટી ગાર્ડનું મોત થયું હતું. અદાલતે ગાર્ડના વારસોને 779 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા મનીષ પટેલને આદેશ આપ્યો છે. લૂટ દરમિયાન કેશિયરને બચાવવાના પ્રયાસમાં ગાર્ડ લૂઇસનું મોત થયું હતું. ફ્લોરિડામાં ગેમિંગ મશીન કે ઇન્ટરનેટ ગેમ્બલિંગ કાફે ચલાવવો અપરાધ છે. મનીષ પટેલ જે પ્રકારનું કાફે ચલાવતો હતો તેને સ્ટ્રીપ મોલ કેસિનો તરીકે પણ ઓળખાય છે.
000000000000000000
કેનેડાના મિસિસાગામાં મહિલા ડોક્ટરો સાથે અડપલા માટે ભારતીય મૂળના યુવકની ધરપકડ
ટોરન્ટોઃ કેનેડાના મિસિસાગામાં વિવિધ હોસ્પિટલોમાં મહિલા ડોક્ટરો સહિતની કર્મચારીઓ સાથે શારીરિક છેડછાડ માટે 25 વર્ષીય ભારતીય મૂળના યુવકની ધરપકડ કરાઇ છે. વૈભવ નામના યુવક પર કોઇને કોઇ બીમારીના બહાને ક્લિનિકોમાં પહોંચી મહિલા ડોક્ટરો સાથે શારીરિક છેડછાડ કરવાનો આરોપ મૂકાયો છે. વૈભવ પર મહિલા કર્મચારીઓ સાથે અશ્લિલ વર્તન કરવા, ડોક્ટરોને ખોટી ઓળખ આપવા સહિતના આરોપ મૂકાયા છે.
000000000000000000
કેનેડાના બ્રેમ્પટનમાં જૂથ અથડામણમાં ગોળીબાર, ભારતીય મૂળના 3ની ધરપકડ
બ્રેમ્પટનઃ કેનેડાના બ્રેમ્પટનમાં 7 ઓક્ટોબરની રાત્રે એક પાર્કિંગ પ્લોટમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં થયેલા ગોળીબારના મામલામાં પોલીસે ભારતીય મૂળના 3 કેનેડિયનની ધરપકડ કરી હતી. ટો-ટ્રકના મામલામાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. લાંબી તપાસ બાદ પોલીસને અથડામણમાં સંડોવાયેલા 3 વ્યક્તિની ઓળખ કરવામાં સફળતા મળી હતી. પોલીસે આ 3 વ્યક્તિને કેલડોનના મનોજ ભટ્ટી, નવજોત ભટ્ટી અને અમનજોત ભટ્ટી તરીકે ઓળખી કાઢ્યાં હતાં.
000000000000000000
ઓસ્ટ્રેલિયાની અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં બે ભારતીય મૂળના ક્રિકેટરનો સમાવેશ
સિડનીઃ 15 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી વચ્ચે નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં આયોજિત આઇસીસી મેન્સ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં ભારતીય મૂળના બે ખેલાડી આર્યન શર્મા અને જ્હોન જેમ્સની પસંદગી કરાઇ છે. આર્યન શર્મા ડાબોડી બેટ્સમેન અને સ્લો લેફ્ટ આર્મ સ્પીનર છે જ્યારે જ્હોન જેમ્સ જમોડી મીડિયમ પેસ ઓલરાઉન્ડર છે.


