એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

Tuesday 10th February 2026 09:37 EST
 
 

અમેરિકાની વર્સ્ટ ઓફ વર્સ્ટ ક્રિમિનલ્સની યાદીમાં 18 ગુજરાતી

ન્યૂયોર્કઃ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ છેલ્લા એક વર્ષમાં ICE દ્વારા પકડવામાં આવેલા વર્સ્ટ ઓફ વર્સ્ટ ક્રિમિનલ્સની જાહેર કરાયેલી યાદીમાં કુલ 25000 એલિયન્સનો સમાવેશ થાય છે. તેમાંથી 89 ઈન્ડિયન્સ છે અને તેમાંય 18 ગુજરાતી છે. DHSના જણાવ્યા અનુસાર જે 18 ગુજરાતીઓના નામ આ લિસ્ટમાં સામેલ છે તેમાં મોટાભાગના પાર્સલ કાંડમાં અરેસ્ટ થયેલા છે જ્યારે અમુક ડોમેસ્ટિક વાયલન્સ, ટ્રાફિકિંગ અને ફ્રોડના કેસમાં પકડાયા હતા. આ ઈલીગલ ગુજરાતીઓમાં અવી પટેલ, દિલિપ પટેલ, કેવિન આહીર, દર્શન પટેલ, બ્રિજેશ પટેલ, અમિત પટેલ, ભાવેશ શુક્લા, ભરત ચૌધરી, નિલેશ પટેલ, હાર્દિક પટેલ, મયૂર પટેલ, યશ પટેલ, ગૌરાંગ પટેલ, જય પ્રજાપતિ, મિત પટેલ, સાગર પટેલ, જિગર પટેલ અને ચિંતન ભોજકનો સમાવેશ થાય છે. જોકે, આ 18માંથી કેટલા ઈલીગલી રહેતા હતા અને કેટલા લીગલ સ્ટેટસ પર યુએસમાં હતા તેની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. આ તમામ લોકો પર જે ચાર્જિસ લગાવવામાં આવ્યા હતા તે કોર્ટમાં પ્રુવ થયા હોવાથી હવે તેમને ડિપોર્ટ કરવામાં આવશે અને અમુક ડિપોર્ટ થઈ ગયા હોય તેવી પણ શક્યતા છે.

000000000000000000000000000000

ફ્લાઇટમાં મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર વરુણ અરોરા દોષી ઠરાવાયો

વર્જિનિયાઃ વર્જિનિયાના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટની યુએસ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર ફેડરલ જ્યુરીએ એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં મહિલા પ્રવાસી સાથે અશ્લિલ વ્યવહાર અને હુમલા માટે ભારતીય નાગરિક 38 વર્ષીય વરુણ અરોરાને દોષી ઠરાવ્યો છે. અમેરિકામાં કોઇપણ સ્ટેટસ વિના રહેતા વરુણે ઓગસ્ટ 2024માં વિમાનમાં મહિલા પ્રવાસી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. 7 મેના રોજ થનારી સુનાવણીમાં વરુણને મહત્તમ બે વર્ષ જેલની સજા થઇ શકે છે.

000000000000000000000000000000

 ક્રિમિનલ હિસ્ટ્રી સંતાડવા માટે ગુરમીત સિંહની અમેરિકન નાગરિકતા છીનવાશે

વોશિંગ્ટનઃ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય મૂળના ગુરમીત સિંહની નાગરિકતા રદ કરવાની માગ કરી છે. ડિપાર્ટમેન્ટનો આરોપ છે કે ગુરમીતે અમેરિકાની નાગરિકતા મેળવતી વખતે અગાઉ તેને બળાત્કારના એક કેસમાં દોષી ઠેરવાયો હોવાની માહિતી છૂપાવી હતી. ગુરમીતે તેની ક્રિમિનલ હિસ્ટ્રી અંગે જુઠ્ઠાણું ચલાવ્યું હતું. તેણે અગાઉ તેની ટેક્સીમાં એક મહિલા પ્રવાસીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ઓક્ટોબર 2011માં અમેરિકાની નાગરિકતા મળી ત્યારે તેણે તેની સામેના કેસની માહિતી છૂપાવી હતી. ન્યૂયોર્કમાં મે 2014માં તેને આ અપરાધ માટે દોષી ઠેરવાયો હતો.

000000000000000000000000000000

કનેક્ટિકટમાં 3 મિલિયન ડોલરના ફ્રોડ માટે બે ભારતીય અમેરિકનની ધરપકડ

ન્યૂયોર્કઃ અમેરિકાનો અગ્રણી ઓનલાઇન સ્પોર્ટ્સ બેટિંગ કંપની ફેનડ્યુઅલ અને અન્ય ઓનલાઇન ગેમ્બલિંગ પ્લેટફોર્મ્સ સાથે ચોરીની હજારો ઓળખની મદદથી 3 મિલિયન ડોલરનું ફ્રોડ આચરવાના આરોપ ગ્લાસ્ટોનબરીના બે ભારતીય મૂળના અમેરિકન પર મૂકાયા છે. અમિતોજ કપૂર અને સિદ્ધાર્છ લિલાની પર ફ્રોડની સાથે સાથે ઓળખની ચોરી અને મની લોન્ડરિંગના આરોપ મૂકાયા છે. અમિતોજ અને સિદ્ધાર્થની 5 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી અદાલતમાં રજૂ કરાયા હતા. કોર્ટે તેમને 3 લાખ ડોલરના બોન્ડ પર મુક્ત કર્યાં હતાં.

000000000000000000000000000000

ટોરન્ટોના શોપિંગ મોલ ખાતે ભર દહાડે ભારતીય મૂળના ટેક પ્રોફેશનલની હત્યા

ટોરન્ટોઃ કેનેડાના ટોરન્ટો શહેરના એક ભરચક શોપિંગ મોલની બહાર શનિવારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ 37 વર્ષીય ભારતીય મૂળના ટેક પ્રોફેશનલની ગોળી મારી હત્યા કરી હતી. મૃતક ચંદન કુમાર રાજા નંદકુમાર મૂળ કર્ણાટકના હતા અને ગ્રેટર ટોરન્ટોના બ્રેમ્પટનમાં વસવાટ કરતા હતા. ટોરન્ટો પોલીસે હત્યારાઓને ઝડપી લેવા માટે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. જોકે આ મામલામાં હજુ સુધી કોઇ ધરપકડ કરાઇ નથી. ચંદનના કેટલાક સગાંને શંકા છે કે ટોરન્ટોમાં કન્નડ એસોસિએશનની રચના કરવાના પ્રયાસો ચંદન કુમારની હત્યાનું કારણ હોઇ શકે. ચંદન કુમાર 6 વર્ષ પહેલાં કેનેડા પહોંચ્યા હતા અને એલએન્ડટીની પેટા કંપની એટીઆઇ માઇન્ડટ્રીમાં ફરજ બજાવતા હતા. ચંદન કુમારની હત્યાએ સમગ્ર કેનેડાના ભારતીય ડાયસ્પોરામાં આક્રોશ જન્માવ્યો હતો.

000000000000000000000000000000

ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 48 લાખ ખંખેર્યા

સિડનીઃ વિદેશમાં રહેતા ગુજરાતીઓ હવે સાવધાન થઈ જાય કારણકે ઓસ્ટ્રેલિયામાં રહેતા એક અમદાવાદી સાથે જે થયું છે તે કોઈપણ NRI સાથે થઈ શકે છે. આ ચોંકાવનારા કેસમાં નારણપુરામાં રહેતા અને ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયેલા એક યુવકને ડિજિટલ અરેસ્ટ કર્યા બાદ તેને મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ડરાવી ધમકાવીને ઘણા મહિના સુધી વર્ચ્યુઅલ સર્વેલન્સમાં રાખવામાં આવ્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વિક્ટિમના ઓસ્ટ્રેલિયા તેમજ અમદાવાદમાં આવેલા બેન્ક અકાઉન્ટ્સમાંથી સ્કેમર્સે 48 લાખ રૂપિયા જેટલી રકમ ખંખેરી છે. અત્યાર સુધી ઈન્ડિયામાં સિનિયર સિટીઝન્સ સહિતના લોકો પાસેથી આ રીતે લાખો કરોડો રૂપિયા પડાવવામાં આવતા હતા પણ હવે આ કાંડનો રેલો દેશ-વિદેશમાં પહોંચી ગયો છે જેમાં ઈન્ડિયન્સને પણ ટાર્ગેટ કરાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાવાળા મામલામાં હાલ નારણપુરામાં રહેતી એક ગુજરાતી ફેમિલીના બે દીકરા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા છે જેમાં મોટો દીકરો એડીલેડ અને નાનો દીકરો સિડનીમાં રહે છે. જે દીકરા સાથે આ કાંડ થયો છે તેને ગયા વર્ષે ઓગસ્ટ 26ના રોજ વોટ્સએપ પર કોઈ ઈન્ડિયન નંબર પરથી ફોન આવ્યો હતો, કોલ કરનારાએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે આપ્યા બાદ બીજી જ મિનિટે વિક્ટિમને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું.

000000000000000000000000000000

રશિયામાં નાઝીવાદથી પ્રભાવિત સગીરનો હુમલો, 4 ભારતીય વિદ્યાર્થી પણ ઘાયલ

મોસ્કોઃ રશિયાનાં ઉફા શહેરમાં મેડિકલ યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ઉપર થયેલા ૪ ભારતીય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અન્ય કેટલાયને ઓછી-વત્તી ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. . રશિયન મીડીયાનાં જણાવ્યા પ્રમાણે હુમલાખોર સ્પેરોસ ક્રૂ એક ૧૫ વર્ષનો કિશોર છે. તે કટ્ટરવાદી, નીઓ-નાઝી વિચારધારાથી પ્રભાવિત છે. આ સંગઠનને રશિયાની સુપ્રીમ કોર્ટે ૨૦૨૧માં આતંકી સંગઠન તરીકે જાહેર કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર સ્પેરોસ ક્રૂ તેના હિંસક વિચારો માટે સ્થાનિક એજન્સીઓના રડાર ઉપર હતો જ, પરંતુ તે આટલો મોટો હુમલો કરશે તેમ કોઈ માનતું ન હતું. તે વંશીય વિચારધારા સાથે કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરિત થઈ ગયો હશે. આ માત્ર અપરાધિક જ નહીં પરંતુ આઈડીયોલોજીકલ એટેક પણ કહી શકાય. હોસ્ટેલ રૂમની દિવાલો ઉપર લોહીથી સ્વસ્તિકની નિશાની કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter