અમેરિકામાં ચંદ્રકાન્ત પટેલના ગોરખધંધાના કારણે 950 ગુજરાતી પર દેશનિકાલનું જોખમ
લ્યૂઇઝિયાનાઃ અમેરિકામાં એક ગુજરાતીના ગોરખ ધંધાને કારણે 950 લોકો પર ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે. તેમાંના મોટાભાગના ગુજરાતીઓ હોવાની શક્યતા છે. અમેરિકાની સિટીઝનશિપ લેવાના સપનાં જોતો અને લ્યૂઈઝિયાનામાં પોતાના ત્રણ બિઝનેસ ધરાવતો આ ગુજરાતી છેલ્લા દસ મહિનાથી જેલમાં બંધ છે અને તેના પોતાના પર પણ ડિપોર્ટેશનનું પૂરેપૂરું જોખમ છે. ચંદ્રકાંત પટેલ નામના આ શખ્સ પર યુ વિઝા માટે ફેક રોબરીઝ કરાવવાનો આરોપ છે અને આ મામલામાં તેની જુલાઈ 2025માં ધરપકડ કરવામાં આવી હતી. ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલા પર મની લોન્ડરિંગ, મેલ ફ્રોડ અને વિઝા ફ્રોડ સહિતના કુલ 34 ચાર્જિસ લગાવાયા છે. આમ તો ચંદ્રકાંત સહિતના આરોપીઓએ પોતાના પર લાગેલા આરોપોને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ તેમણે દાખલ કરેલી ચેન્જ ઓફ પ્લી પર મે 08ના રોજ કોર્ટમાં હિયરિંગ થવાની છે, મતલબ કે હવે તે પોતાનો ગુનો સ્વીકારી લે તેવી શક્યતા છે. જોકે, તેના મારફતે ફેક રોબરી કરાવનારા 950 લોકોનું હવે શું થશે તે એક મોટો સવાલ છે.
0000000000000000000000000000000000000
કેલિફોર્નિયામાં નશામાં કાર અકસ્માત સર્જનાર શિવમ પટેલને 52 મહિનાની કેદ
એનાહાયમઃ કેલિફોર્નિયાના એનાહાયમ શહેરમાં દારૂ તેમજ ડ્રગ્સનો નશો કરીને લેમ્બોર્ગિની કાર ચલાવી અકસ્માત સર્જનારા શિવમ પટેલ નામના એક ગુજરાતીને કોર્ટે 52 મહિનાની જેલની સજા ફટકારી છે. આ અકસ્માતમાં શિવમ સાથે જ કારમાં સવાર કો-પેસેન્જર અને ગાડીના ઓનરનું મોત થઈ ગયું હતું. શિવમે ઓક્ટોબર 2023માં આ અક્સમાત કર્યો હતો. નશામાં ચૂર હોવાથી તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં કો-પેસેન્જર બહાર ફેંકાઈ ગયા બાદ મોતને ભેટ્યો હતો. શિવમે નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્માત કરવાનો ગુનો કબૂલ કર્યો હતો જેમાં ગયા બુધવારના રોજ કોર્ટે તેને સજા સંભળાવી હતી. આ ઉપરાંત તેણે જાન્યુઆરી 2024માં પણ નશાની હાલતમાં ડ્રાઈવ કરી અકસ્માત કર્યો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.
0000000000000000000000000000000000000
શિકાગોમાં મકાનમાં આગ લાગતા ગુજરાતી મહિલાનું મોત, પતિનો બચાવ
શિકાગોઃ શિકાગો નજીકના સ્ટ્રીમવુડ ટાઉનમાં મકાનમાં લાગેલી આગમાં એક ગુજરાતી મહિલાનું મોત થઈ ગયું છે જ્યારે તેમના પતિ ઘાયલ થયા છે. મૃતકનું નામ મુદ્રિકા દવે હતું જ્યારે તેમના પતિ સુરેશભાઈ દવેને મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે અને હાલ તેમની તબિયત સુધારા પર છે. આ પરિવાર મૂળ ડાકોરનો છે અને છેલ્લા 52 વર્ષથી અમેરિકામાં સેટલ થયો છે. ગત ગુરુવારે બનેલી આ ઘટનામાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ સાઉથવુડ સર્કલ પર આવેલા મકાનના ફર્સ્ટ ફ્લોર પર આગ ફાટી નીકળી હતી, જેનો ધૂમાડો ઉપરના માળ સુધી પહોંચી જતાં બેડરુમમાં સૂઈ રહેલા મુદ્રિકા બેન અને તેમના પતિ પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.
0000000000000000000000000000000000000
ન્યૂયોર્કની મોટેલમાં કુટણખાનુ ચલાવતો ગુજરાતી પરિવાર અને એક અમેરિકન દોષી
ન્યૂયોર્કઃ ન્યૂયોર્કમાં વર્ષોથી પોતાની મોટેલ ચલાવતા એક ગુજરાતી ફેમિલીની પ્રોપ્રટીમાં જ કૂટણખાનું ચલાવતા અમેરિકનને કોર્ટ દ્વારા 22 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં લોંગ આયલેન્ડમાં સેવીલ મોટર લોજ નામની મોટેલ ચલાવતા નરેન્દ્ર દાદરવાલા ઉર્ફે પા, તેમના પત્ની શારદાબેન દાદરવાલા ઉર્ફે મા અને અશોક પટેલ નામના એક ગુજરાતી પણ ગુનો કબૂલ કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી તેમને સજાનું એલાન નથી કરાયું. મિસ્ટર એન્ડ મિસિસ દાદરવાલા સાથે તેમનો દીકરો જિગર દાદરવાલા ઉર્ફે કોબ્રા પણ આ કેસમાં આરોપી છે જેની સામે હજુ ટ્રાયલ પણ શરૂ નથી થઈ. આ મામલામાં માઈકલ જ્હોન્સન ઉર્ફે વાઈસ નામના એક અમેરિકનને 22 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેના પર ટ્રાફિકિંગ ઉપરાંત કૂટણખાનું ચલાવવા સહિતના આરોપ હતા, ઓક્ટોબર 2025માં જ્યૂરીએ માઈકલને કસૂરવાર ઠેરવ્યો હતો.
0000000000000000000000000000000000000
વર્ષોથી અમેરિકામાં રહેતા ગુરદેવસિંઘની નાગરિકતા છીનવાઇ
ન્યૂયોર્કઃ વર્ષોથી અમેરિકામાં રહેતા એક ભારતીયની યુએસ સિટીઝનશિપ છીનવી લેવામાં આવી છે. ગુરદેવ સિંઘ સોહાલ ઉર્ફે દેવ સિંઘ નામના આ શખસને 2005માં સિટીઝનશિપ આપવામાં આવી હતી, પરંતુ નવાઈની વાત છે કે 1994માં જ તેને ડિપોર્ટ કરવાનો ઓર્ડર થઈ ચૂક્યો હતો. ફાઈનલ રિમૂવલ ઓર્ડર આવી ગયો હોવાથી દેવ સિંઘ પાસે લીગલી અમેરિકામાં રહેવાનો કોઈ ઓપ્શન નહોતો પરંતુ તેણે પોતાની ઓળખ બદલીને બૂટા સિંઘ સંધુ નામ ધારણ કર્યું હતું, પોતાની જન્મ તારીખ અને અમેરિકા આવવાની ડેટ પણ બદલી નાખ્યા હતા. ત્યારબાદ તેણે ફરી લીગલ સ્ટેટસ પ્રાપ્ત કરવા માટે કાવાદાવા શરૂ કર્યા હતા, આમ તો અમેરિકાની ઈમિગ્રેશન સિસ્ટમ ખૂબ જ જડબેસલાક માનવામાં આવે છે પરંતુ નકલી ઓળખ ઉભી કરીને પહેલા ગ્રીન કાર્ડ અને ત્યારબાદ સિટીઝનશિપ માટે એપ્લાય કરનારો દેવ સિંઘ ઉર્ફે બૂટા સિંઘ સોંયના નાકામાંથી હાથી પસાર થઈ જાય તેમ સિટીઝનશિપ લેવામાં સફળ રહ્યો હતો. જોકે, તેણે નેચરલાઈઝેશન માટે જે ફિંગરપ્રિન્ટ આપી હતી તેના આધારે વર્ષો બાદ તેની ચોરી પકડાઈ હતી.
0000000000000000000000000000000000000
ગાંજો મળતા એર ઇન્ડિયાના પાઇલટને અમેરિકાથી ડિપોર્ટ કરાયો
એર ઈન્ડિયાના એક કો-પાઈલટને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે. આ પાઈલટનું નામ જાહેર નથી કરાયું પરંતુ એટલું ચોક્કસ જણાવાયું છે કે તેની બેગમાંથી ગાંજો મળી આવતા તેને એરપોર્ટ પર અટકાવાયા બાદ નેક્સ્ટ ફ્લાઈટમાં ઈન્ડિયા ભેગો કરી દેવાયો હતો. આ પાઈલટ મંગળવારના રોજ દિલ્હી-સેન ફ્રાંસિસ્કો ફ્લાઈટમાં સ્ટાફ ઑફ ડ્યૂટી તરીકે ટ્રાવેલ કરી રહ્યો હતો. આ જ ફ્લાઈટ ઈન્ડિયા પાછી આવે ત્યારે આ પાઈલટને તેમાં ડ્યૂટી કરવાની હતી. ફ્લાઈટ સેન ફ્રાંસિસ્કો લેન્ડ થઈ ત્યારે પાઈલટની બેગમાંથી ગાંજો મળ્યો હતો જેના કારણે તેને એરપોર્ટની બહાર જતા રોકવામાં આવ્યો હતો અને એરલાઈનને આ બાબતે જાણ કરાઈ હતી. ત્યારબાદ એર ઈન્ડિયાએ નેક્સ્ટ જે પણ અવેલેબલ ફ્લાઈટ હોય તેમાં પોતાના પાઈલટને ઈન્ડિયા પાછો લાવવાનો નિર્ણય લીધો હતો.
0000000000000000000000000000000000000
એચ-1બી વિઝા કૌભાંડમાં ભારતીય મૂળના બે અમેરિકન દોષી
કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયામાં એચ-વનબી વિઝા કૌભાંડમાં સંડોવાયેલા ભારતીય મૂળના બે શખ્સોએ ફેડરલ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. સંપથ રાજીદી અને શ્રીધર માડાએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં અસ્તિત્વ ધરાવતી ન હોય તેવી નોકરીઓ બતાવીને વિદેશી નાગરિકો માટે વિઝા મેળવવાનું કાવતરું ઘડ્યું હતું. શ્રીધર માડાયુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એગ્રીકલ્ચર એન્ડ નેચરલ રિસોર્સિસમાં ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે કાર્યરત હતા જ્યારે સંપથ રાજીદીએ તેમની કંપનીઓ દ્વારા આ વિઝા પિટિશન ફાઈલ કરી હતી. તેઓએ અમેરિકી ઇમિગ્રેશન વિભાગને એવી ખોટી માહિતી આપી હતી કે આ કર્મચારીઓની યુનિવર્સિટીમાં જરૂર છે.
0000000000000000000000000000000000000
રશિયા –યુક્રેન યુદ્ધમાં હોમાઇ ગયો ભારતીય સ્ટુડન્ટ
મોસ્કોઃ છેલ્લા ઘણા સમયથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હવે એક ભારતીય યુવક આ યુદ્ધની ભેટ ચઢી ગયો છે. હરિયાણાના રેવાડી જિલ્લાના કાઠુવાસ ગામમાં શુક્રવારે તે સમયે માતમ છવાઈ ગયો જ્યારે એમબીએના અભ્યાસ માટે રશિયા ગયેલા 22 વર્ષીય અંશુનો મૃતદેહ તાબૂતમાં વતન પહોંચ્યો હતો. મૃતક યુવકના પિતાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, એજન્ટોએ અંશુને છેતરીને રશિયન આર્મીમાં ભરતી કરાવી દીધો હતો અને તેને રશિયા-યુક્રેન યુદ્ધના મેદાનમાં મોકલી આપ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે. લોકોનું કહેવું છે કે, આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ તે એજન્ટોનું પૂર્વયોજિત કાવતરું છે, જેમણે શિક્ષણના બહાને એક હોનહાર વિદ્યાર્થીને છેતરીને રશિયન સેનામાં ભરતી કરાવીને મોતના મોરચે ઝોંકી દીધો.
0000000000000000000000000000000000000
ઇટાલીમાં ગુરુદ્વારાની બહાર ગોળીબારમાં બે ભારતીયના મોત
રોમ: ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવો શહેરમાં વૈશાખી ઉત્સવની ઉજવણી દરમિયાન બે ભારતીયની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બે ભારતીયો ગુરુદ્વારામાંથી બહાર નીકળ્યા અને નજીકના ચોક પાસે પહોંચ્યા કે તુરંત જ તેમના પર ગોળીબાર કરી દેવાયો હતો. જેને પગલે આ બન્નેના મોત નિપજ્યા હતા.
માર્યા ગયેલા બન્ને ભારતીયોના નામ રાગિંદરસિંહ અને ગુરમીતસિંહ છે, બન્નેની ઉંમર આશરે ૪૮ વર્ષની આસપાસ છે. હુમલાખોર અચાનક જ આ બન્ને પાસે આવ્યો અને ગોળીબાર કરીને કારમાં જ ભાગી ગયો હતો. આશરે ૧૦ ગોળીઓ ચલાવવામાં આવી હતી. પોલીસને શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોઇ અચાનક થયેલા ઝઘડાનું પરિણામ નથી પરંતુ આયોજનપૂર્વક કરાયેલી હત્યા છે. એક સ્થાનિક સાક્ષીએ આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે હુમલાખોર પણ ભારતીય જ હતો, અને આ ઘટના જે ગુરુદ્વારા સામે બની ત્યાં પણ તે આવતો જતો હતો
0000000000000000000000000000000000000
ભારતમાં વોન્ટેડ ગેંગસ્ટર રાવ ઇન્દ્રજિત યાદવ દુબઇમાં ઝડપાયો
દુબઇઃ હરિયાણાના રોહતકમાં ૨૦૨૪માં એક ઉદ્યોગપતિની હત્યા કર્યા બાદ મધ્ય પૂર્વના દેશોમાં નાસી છૂટેલા કુખ્યાત ગેંગસ્ટર રાવ ઈન્દ્રજીત યાદવની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈ સત્તાવાળાઓએ આ ગેંગસ્ટર સાથે સંબંધિત જરૂરી દસ્તાવેજોની માંગ કરી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ટૂંક સમયમાં ભારત ખાતે પ્રત્યર્પણ કરાશે. રાવ ઈન્દ્રજીત યાદવ સામે હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ૧૫થી વધુ ગુનાહિત કેસો અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેની પર મુખ્યત્વે નીચે મુજબના ગંભીર આરોપો છે.
0000000000000000000000000000000000000


