નીરવ શાહે મેઇનના ગવર્નરની રેસમાં ઝંપલાવ્યું
મેઇનઃ મેઇન સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના પૂર્વ ડિરેક્ટર અને ડેમોક્રેટ નેતા નીરવ શાહે મેઇનના ગવર્નરપદની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. એટર્ની, ઇકોનોમિસ્ટ, પબ્લિક હેલ્થ લીડરની વિવિધ ભુમિકા ભજવનાર નીરવ શાહની કોરોના મહામારી દરમિયાનની કામગીરીની ઘણી પ્રશંસા કરાઇ હતી. નીરવ શાહે જણાવ્યું હતું કે મેઇનને એક એવા ગવર્નરની જરૂર છે જે પડકારોનો સામનો કરીને પરિણામ આપી શકે.
0000000000000000000000000000
શરાબના નશામાં ધાંધલ મચાવનાર ગુજરાતી વિદ્યાર્થીની ધરપકડ
કેરોલિનાઃ ઇસ્ટ કેરોલિના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જય પટેલ નામના મૂળ ગુજરાતી વિદ્યાર્થીની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, જય પટેલ દારૂના નશામાં ધાંધલ મચાવી રહ્યો હતો અને રેસિડેન્ટ હોલમાં જાહેરમાં જ પેશાબ કરી દીધો હતો. જય પટેલ પર પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા, ટ્રેસ પાસિંગ, શરાબના નશામાં ધાંધલ મચાવવા જેવા આરોપ મૂકાયા છે.
0000000000000000000000000000
પેન્સિલ્વેનિયામાં ગુજરાતી પર સગીરાઓની છેડતીના આરોપ
પેન્સિલ્વેનિયાઃ પેન્સિલ્વેનિયાના ક્લિયરફિલ્ડમાં ગેસ સ્ટેશન પર કામ કરતા જયેશ પટેલ પર બે સગીરાઓની છેડતી અને ગંદા અડપલા કરવાના આરોપ મૂકાયા છે. કોર્ટના સમન્સ છતાં જયેશ પટેલ હાજર ન રહેતા તેની સામે હવે બેન્ચ વોરંટ જારી કરાયું છે. 41 વર્ષીય જયેશ પટેલ પર આ હરકત માટે બે મિસ઼ડિમિનર ચાર્જ મૂકાયા હતા.
0000000000000000000000000000
ન્યૂયોર્કમાં બે નોકરી એકસાથે કરવા માટે મેહુલ ગોસ્વામીની ધરપકડ
ન્યૂયોર્કઃ સ્ટેટ ફંડમાંથી 50,000 ડોલરની ઉચાપત કરવા અને એકસાથે બે નોકરી કરવાના આરોપસર ભારતીય મૂળના મેહુલ ગોસ્વામીની ધરપકડ કરાઇ છે. ગોસ્વામીનો અપરાધ પૂરવાર થશે તો તેને 15 વર્ષની કેદ થઇ શકે છે. ગોસ્વામી ન્યૂયોર્ક સ્ટેટ ઓફિસ ફોર ઇન્ફર્મેશન ટેકનોલોજી સર્વિસિઝ માટે રિમોટ વર્કર તરીકે કામ કરતો હતો અને સરકારી પગાર પ્રાપ્ત કરતો હતો. સાથે સાથે તે નજીકના માલ્ટા નામના ટાઉનમાં પણ સમાંતર નોકરી કરી રહ્યો હતો.
0000000000000000000000000000
કેલિફોર્નિયામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીય ટ્રક ડ્રાઇવરે અકસ્માત સર્જતાં 3નાં મોત
લોસ એન્જલસઃ કેલિફોર્નિયામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીય ટ્રક ડ્રાઇવરે સર્જેલા અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયાં હતાં. પોલીસનો આરોપ છે કે જશનપ્રિત સિંહ અકસ્માત થયો ત્યારે નશામાં ધૂત હતો. જશનપ્રિત વર્ષ 2022માં મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યો હતો. જોકે તેના પરિવારે દાવો કર્યો હતો કે જશનપ્રિત ચુસ્ત શીખ છે અને ક્યારેય નશો કરતો નથી. આ પહેલાં ફ્લોરિડામાં હરજિન્દર સિંહ નામના ભારતીય ટ્રક ડ્રાઇવરે ખોટો યુ-ટર્ન લેતાં 3 વ્યક્તિના મોત થયાં હતાં. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કોમર્શિયલ વાહન ચલાવવાનું લાયસન્સ આપનારા કેલિફોર્નિયા સહિતના ગણ્યા ગાંઠ્યા રાજ્યો છે. હવે આ રીતે લાયસન્સ આપવા સામે અમેરિકામાં હોબાળો મચી રહ્યો છે.
0000000000000000000000000000
શાર્લોટમાં પતિ પર ચાકુ વડે હુમલો કરવા માટે ભારતીય મૂળની પત્નીની ધરપકડ
શાર્લોટઃ અમેરિકાના શાર્લોટ સિટીમાં પતિ પર ચાકુ વડે હુમલો કરવાના આરોપસર 44 વર્ષીય ભારતીય મૂળની ચંદ્રપ્રભા સિંહની ધરપકડ કરાઇ છે. ચંદ્રપ્રભા પર તેના પતિના ગળા પર ચાકુ વડે હુમલો કરવાનો આરોપ મૂકાયો છે. એમ કહેવાય છે કે ઘરની સફાઇ મામલે ચંદ્રપ્રભાને તેના પતિ અરવિંદ સાથે તકરાર થઇ હતી. અરવિંદે પોલીસને બોલાવીને આરોપ મૂક્યો હતો કે ચંદ્રપ્રભાએ ઇરાદાપુર્વક મારા પર હુમલો કર્યો હતો જ્યારે ચંદ્રપ્રભાએ તેના બચાવમાં જણાવ્યું હતું કે, આ એક અકસ્માત હતો.
0000000000000000000000000000
કેલિફોર્નિયામાં ટ્રકોમાંથી માલસામાન સગેવગે કરતા 11 ભારતીયોની ધરપકડ
કેલિફોર્નિયાઃ એકતરફ ભારતીય ટ્રક ડ્રાઇવરોના કારણે અમેરિકામાં હોબાળો મચ્યો છે ત્યારે કેલિફોર્નિયામાં ટ્રકોમાંથી માલસામાનની ચોરી કરતી એક ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગના 12 સભ્યો પૈકીના 11 ભારતીય છે અને સિંહ અટક ધરાવે છે તેથી પોલીસે આ ગેંગને સિંહ ઓર્ગેનાઇઝેશન નામ આપ્યું છે. આ ગેંગ માલસામાનની હેરફેરના કોન્ટ્રાક્ટ હાંસલ કરીને માલસામાન સગેવગે કરી દેતી હતી. પોલીસનો આરોપ છે કે છેલ્લા 4 વર્ષથી આ ગોરખધંધો ચાલી રહ્યો હતો અને મિલિયનો ડોલરના માલસામાનની ચોરી કરાઇ હતી. ધરપકડ કરાયેલા ગેંગના સભ્યોમાં પરમવીર સિંહ, સંદીપ સિંહ, મનદીપ સિંહ, રણજોધ સિંહ, ગુરનાઇક સિંહ ચૌહાણ, હરપ્રીત સિંહ, અર્શપ્રીતસિંહ, બિક્રમજીત સિંહ, વિક્રમજીત સિંહ, હિંમત સિંહ ખાલસા અને નારાયણ સિંહનો સમાવેશ થાય છે.
0000000000000000000000000000
હેડિંગઃ સિંગાપોરની હોસ્પિટલોમાં મોલેસ્ટેશેસનઃ બે ભારતીયને કેદ
સિંગાપોરઃ સિંગાપોરમાં દર્દીઓને મોલેસ્ટ કરવા માટે બે ભારતીયોને જેલની સજા ફટકારવામાં આવી છે. સિંગાપોરની રાફલ્સ હોસ્પિટલમાં એક પુરુષ મુલાકાતીને મોલેસ્ટ કરવા માટે ભારતીય નર્સ 34 વર્ષીય એલિપી સિવા નાગુને 14 મહિનાની કેદ અને કોરડાના બે ફટકા મારવાની સજા અપાઇ હતી. બીજા એક અલગ કેસમાં ગયા મહિને ભારતીય નાગરિક અને સિંગાપોરના પીઆર એવા 46 વર્ષીય અંકિત શર્માને નર્સિંગ રૂમમાં એક મહિલાને મોલેસ્ટ કરવા માટે 4 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.
0000000000000000000000000000
હેડિંગઃ કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં ઇન્ડો-કેનેડિયન બિઝનેસમેનની ગોળી મારી હત્યા
ટોરોન્ટોઃ બ્રિટિશ કોલમ્બિયામાં 68 વર્ષીય ઇન્ડો-કેનેડિયન બિઝનેસમેન દર્શનસિંહ સાહસીની ગોળી મારીને હત્યા કરાઇ હતી. એબોટ્સફોર્ડ પોલીસે જણાવ્યું હતું કે ગંભીર ઇજાગ્રસ્ત સાહસીને બચાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યાં હતાં. કેનેડાની ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમે ઘટનાની તપાસ શરૂ કરી છે. હજુ સુધી આ મામલામાં કોઇ ધરપકડ કરાઇ નથી.
0000000000000000000000000000
કેનેડાના બ્રેમ્પટનમાં ભારતીય મહિલાની હત્યા, હત્યારો ભારતીય ફરાર
બ્રેમ્પટનઃ કેનેડાના બ્રેમ્પટનમાં ભારતીય મૂળની 27 વર્ષીય મહિલાની હત્યા કરી ભારતીય મૂળનો પુરુષ ફરાર થઇ જતાં તેની વિરુદ્ધ એરેસ્ટ વોરંટ જારી કરાયું છે. અમનપ્રીત સૈની નામની મહિલાની હત્યામાં 27 વર્ષીય મનપ્રીતસિંહ સંડોવાયેલો હોવાનું મનાય છે. 21 ઓક્ટોબરના રોજ લિન્કનના એક પાર્કમાંથી સૈનીનો મૃતદેહ મળી આવ્યો હતો.
0000000000000000000000000000
અબુધાબીમાં ભારતીયને રૂપિયા 240 કરોડનો જેકપોટ
અબુધાબીઃ અબુધાબીમાં રહેતા 29 વર્ષીય ભારતીય અનિલકુમાર બોલ્લા માધવરાવ બોલ્લાને યુએઇ લોટરીનો 100 મિલિયન દિરહામનો જેકપોટ લાગ્યો છે. ભારતીય રૂપિયામાં આ રકમ 240 કરોડ રૂપિયા થવા જાય છે. યુએઇ લોટરીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો જેકપોટ મનાય છે.


