એર ટિકીટના ભાવમાં વધારો તોળાઇ રહ્યો છે

Friday 03rd July 2026 07:34 EDT
 
 

મુંબઈઃ આગામી દિવસોમાં દેશમાં અને વિદેશમાં એર ટ્રાવેલ મોંઘુ થઈ શકે છે. વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ મેકકિન્સેના રિપોર્ટના અનુસાર, મિડલ ઇસ્ટમાં તણાવ અને રિફાઇનરીઓની મર્યાદિત ક્ષમતાને કારણે એવિએશન ફ્યુલના શુદ્ધિકરણનો ખર્ચ બમણો થઈ શકે છે. જેના કારણે આગામી સમયમાં એરફેરમાં વધારો થવાની સંભાવના છે.

એર ટિકિટમાં થનારા આ સંભવિત ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ જેટ ફૂયુલના ક્રેક સ્પ્રેડમાં થયેલો અસાધારણ ઉછાળો છે. ક્રેક સ્પ્રેડ એટલે ક્રૂડ ઓઈલની કિંમત અને તેમાંથી તૈયાર થતા પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા કે જેટ ફ્યુઅલની કિંમત વચ્ચેનો તફાવત, જે સામાન્ય ભાષામાં રિફાઈનરીઓનો નફો દર્શાવે છે.

ભૂતકાળમાં જેટ ફ્યુલનો ક્રેક સ્પ્રેડ સામાન્ય રીતે બેરલ દીઠ 20 ડોલર કે તેનાથી ઓછો રહેતો હતો. પરંતુ, સપ્લાય ચેઈનમાં સર્જાયેલી કટોકટીને કારણે આ ક્રેક સ્પ્રેડ વધીને સરેરાશ બેરલ દીઠ 50 ડોલરને પાર પહોંચી શકે છે. મિડલ ઇસ્ટમાં તણાવને કારણે વૈશ્વિક એરલાઈન ઉદ્યોગ પર ભારે દબાણ સર્જયું છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અંદાજ મુજબ 2026માં જેટ ફ્યુલની સરેરાશ કિંમત પ્રતિ બેરલ 152 ડોલ સુધી પહોંચી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter