લંડનઃ પ્રાઈમરી સ્કૂલના બાળકોને એશિયન પદ્ધતિથી ગણિત શીખવવામાં આવે તો બે ટર્મની અંદર જ તેમના ગણિતમાં નોંધપાત્ર સુધારો થતો હોવાનું સંશોધનમાં જણાયું છે. સંશોધકોએ શોધેલો આ અસરકારક ઉપાય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બન્નેમાં ખૂબ પ્રિય બન્યો છે.
આ અભ્યાસમાં પાંચથી છની વયના ૫૭૬ બાળકોનું ગણિત અને ૧૨ પ્રાઈમરી સ્કૂલના ૨૦ શિક્ષકની બે ટર્મમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરાઈ હતી.
સંશોધકોએ સિંગાપોરમાં શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ પર આધારિત ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના પુસ્તક ‘ઈન્સ્પાયર મેથ્સ’નો ઉપયોગ કર્યો હતો. આ પુસ્તક દ્વારા બાળકોને ક્લાસમાં અપાતી સૂચનાઓના સંયોજન સાથે ગણિતના મુખ્ય સિદ્ધાંતોની સરળતાપૂર્વક સમજ મળે છે ગણિત શીખવવા માટે સિંગાપોર, શાંઘાઈ અને હોંગકોંગમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ યુકેની સ્કૂલોમાં સામેલ કરાવવા માટે મિનિસ્ટર્સ ખૂબ ઉત્સુક છે.