ઓન્ટારિયોમાં 139 મિલિયન ડોલરનું ડ્રગ્સ ઝડપાયુંઃ ભારતવંશી ડ્રાઈવરો પકડાયા

(કેનેડા કોર્નર)

Wednesday 29th July 2026 06:06 EDT
 
 

ઓન્ટારિયો: કેનેડાનાં ઓન્ટારિયો પ્રાંતમાં પોલીસે સીમા પારથી પ્રતિબંધિત ડ્રગ્સની દાણચોરી કરતા વિશાળ નેટવર્કનો પર્દાફાશ કરીને 19 લોકોની ધરપકડ કરી છે જેમાંના મોટા ભાગના ભારતવંશી છે. અધિકારીઓ દ્વારા આશરે 1.7 ટન ગેરકાયદે ડ્રગ્સ જપ્ત કરાયું છે જેની કિંમત 139 મિલિયન ડોલર (આશરે 930 કરોડ રૂપિયા) છે. જપ્ત ડ્રગ્સમાં કોકેઈન, મેથામફેટામાઈન અને અફીણનો સમાવેશ થાય છે.
કેનેડાની બોર્ડર સર્વિસીસ એજન્સીએ ગુરુવારે આ માહિતી આપતાં કહ્યું હતું કે ઓન્ટારિયોમાં તપાસ દરમિયાન ઝડપાયેલો ડ્રગ્સનો સૌથી મોટો મોટો જથ્થો છે. સીમા પારથી ડ્રગ્સની દાણચોરી રોકવા ‘પ્રોજેક્ટ બે’ નામનું ઓપરેશન જાન્યુઆરી 2025માં શરૂ કરાયું હતું. એક ટુકડી દ્વારા કેનેડા અને અમેરિકા વચ્ચે દોડતી કોમર્શિયલ ટ્રકોનો ઉપયોગ કરીને મોટા જથ્થામાં કોકેન, મેથામફેટામાઈન તેમજ અફીણની દાણચોરી કરવામાં આવતી હતી. તપાસમાં જણાયું હતું કે કોમર્શિયલ ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં બ્રોકર સ્ટાઈલ મોડેલનો ઉપયોગ કરાતો હતો. જેમાં ડ્રગ્સની સીમા પારથી દાણચોરી માટે જૂના સંપર્કનો ઉપયોગ કરાતો હતો. માન્ય સપ્લાય ચેન દ્વારા જાણીજોઈને ગેરકાનૂની સામગ્રી લઈ જવા ડ્રાઈવરોની વ્યવસ્થા કરાઇ હતી. પોલીસે ઓન્ટારિયોનાં કેટલાક વિસ્તારો જેવા કે વિન્ડસર, લાસેલ, કોરુના, બ્રેમ્પટન, માર્ખમ અને કેલેડનમાં 22 સ્થળે દરોડા પાડીને 19 આરોપીઓને પકડયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter