ઓન્ટારિયોઃ કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું ફાયરિંગની ઘટનામાં મોત થયું છે. 21 વર્ષીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવા પાર્ટ ટાઈમ જોબ પર જવા બસ સ્ટેશન પર ઊભી હતી ત્યારે એક કાર ચાલકે અન્ય વાહન પર ગોળીઓ ચલાવી હતી. જેમાંથી એક ગોળી હરસિમરતને વાગી હતી. તેને તરત જ હોસ્પિટલે ખસેડાઇ હતી જ્યાં તેનું મોત થયું હતું. આ વિદ્યાર્થિની ઓન્ટારિયોના હેમિલ્ટનમાં મોહોક કોલેજમાં અભ્યાસ કરતી હતી. હેમિલ્ટન પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, ઓન્ટોરિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવાના મોતની ઘટનાથી અમે અત્યંત દુખી છીએ. એ નિર્દોષ હતી અને બે વાહનોમાં આવેલા લોકોની વચ્ચે ફાયરિંગની ઘટના દરમિયાન તેનું મોત થઈ ગયું.