ઓસ્ટ્રેલિયામાં ખાદ્ય નિયમના ભંગ બદલ ભારતીયને ૨૫૦૦૦ ડોલરનો દંડ

Wednesday 22nd May 2019 08:20 EDT
 

મેલબોર્નઃ પર્થની એક ભારતીય રેસ્ટોરાંને ખાદ્યપદાર્થના અનેક નિયમોના ભંગ બદલ ૨૫૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારાયો હતો. સાઉથ સ્ટ્રીટમાં આવેલી કરી ક્લબ ઈન્ડિયન રેસ્ટોરન્ટ સફાઈની અને હાથ ધોવાની સુવિધાઓ પૂરી પાડવાનાી બાબતમાં દોષિત જણાતા દંડ કરાયો હતો.
તેના માલિક નિલિશ દોખલને દંડ ભરવો પડ્યો હતો. ખોરાકને દૂષિત થતા રોકવા, સફાઈ અને સ્વચ્છતાના ધોરણ મુજબ ખાદ્ય પદાર્થને સ્ટોર કરવામાં તેમજ તેને પૌષ્ટિક જગ્યાએ રાખવામાં નિષ્ફળ રહી હતી. આમ, આ રેસ્ટોરાં સાત મુદ્દે નિષ્ફળ રહેતા સત્તાવાળાઓએ ભારે દંડ કર્યો હતો. ગત ડિસેમ્બરમાં રેસ્ટોરાંની મુલાકાતે ગયેલા ફૂડ ઈન્સ્પેક્ટરોએ જોયું હતું કે ગટર અને પાણીના નિકાલ, સાબુ અને ગરમ પાણીની સુવિધાની બાબતે નિયમો પાળ્યા ન હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter