કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

કેનેડા કોર્નર

Wednesday 29th October 2025 07:20 EDT
 
 

ટોરોન્ટો: જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત એવા ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોં અને કુલદીપ સિધુએ સોશિયલ મીડિયા પર આ ફાયરિંગ કર્યાનો દાવો કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર ફાયરિંગનો વીડિયો પણ શેર કર્યો હતો. કાફે પર ઓછામાં ઓછી અડધો ડઝન બુલેટ ફાયર કરાઈ હતી. તેમણે સાથે જ ચેતવણીસૂચક શબ્દોમાં કહ્યું હતું કે બોલિવૂડમાં ધર્મ વિરુદ્ધ બોલતા લોકો પણ તૈયાર રહે... બુલેટ ગમે તે દિશામાંથી આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કપિલના કાફે પર 10 જુલાઈ અને આઠ ઓગસ્ટે ફાયરિંગ કરાયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter