કાચની બોટલમાં સચવાયેલો 122 વર્ષ જૂનો સંદેશ

Friday 10th October 2025 08:06 EDT
 
 

સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં તાસ્મેનિયાના કેપ બ્રુની લાઈટ હાઉસની સફાઇ દરમિયાન એક બોટલમાંથી 122 વર્ષ જૂનો સંદેશ મળ્યો છે. રંગકામ કરનાર બ્રિયાન બુરફોર્ડ લાઈટ હાઈસની ફાનસ રૂમમાંથી જ્યારે કાટ અને ઘસારાને સાફ કરી રહ્યો હતો ત્યારે તેને દિવાલની ગોખમાં કંઈક વસ્તુ પડી હોવાનું નજરે પડ્યું હતું. નજીકથી નિરીક્ષણ કરતાં તેને એક સીલબંધ કાચની બોટલ મળી, જેમાં એક કવર હતું અને આ કવરમાં છેક 1903માં હાથેથી લખેલા બે કાગળ હતા. આ કાગળમાં પગથિયા, ફર્શ, ફાનસ રૂમ અને લેન્સ સહિત લાઈટ હાઉસમાં કરાયેલા મુખ્ય સુધારાનું ચીવટપૂર્વક દસ્તાવેજીકરણ કરાયું હતું. 1838માં લાઈટ હાઉસના મૂળ બાંધકામના 70 વર્ષ પછી આ  સુધારા કરવામાં આવ્યા હતા. કેપ સોરેલ અને તાસ્મેનિયન લાઈટ હાઉસના સુધારાની દેખરેખ માટે તે સમયે કામગીરી કરનાર વ્યક્તિએ સંભવિતપણે સુધારાનો રેકોર્ડ સાચવવા આ કાગળ છુપાવ્યા હોવાની સંભાવના છે.  જોકે બોટલમાંથી જર્જરિત થયેલો કાગળ કાઢવાની પ્રક્રિયા બહુ નાજૂક હતી. બોટલને ડામરમાં લપટાયેલા બૂચ દ્વારા સીલ કરવામાં આવી હોવાથી તેને હટાવવું મુશ્કેલ હતું. તાસ્મેનિયન મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીના ક્યુરેટરોએ દિવસોની જહેમત પછી કોઈપણ નુકસાન વિના કાળજીપૂર્વક બૂચ કાઢીને ચુસ્તપણે ગડી કરેલા કાગળ મેળવવામાં સફળતા મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter