કાબુલ યુનિવર્સિટીમાં આંતકી હુમલોઃ ૨૫નાં મૃત્યુ

Tuesday 03rd November 2020 08:30 EST
 
 

કાબુલઃ સોમવારે કાબુલ યુનિવર્સિટીના કેમ્પસમાં વિસ્ફોટ અને ફાયરિંગ દ્વારા હુમલો થયો હતો. આ ઘટનામાં આશરે ૨૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત ૨૫ લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે ૪૦થી વધુને ઈજા પહોંચી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે યુનિ.માં બુક એક્ઝિબિશન ચાલતું હતું અને વિદ્યાર્થીઓની ઘણી સંખ્યા હાજર હતી. અહેવાલો પ્રમાણે બુક એક્ઝિબિઝનમાં ઈરાનના રાજદૂત બહદોર એમિનિયન અને સાંસ્કૃતિક બાબતના નેતા મોજતાબા નોનૂઝી ભાગ લેવાના હતા. યુનિ.ના ઉત્તર ભાગના ગેટ પર વિસ્ફોટ થયા પછી ગોળીબાર શરૂ થયો હતો. અફઘાન ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, સુરક્ષાદળોએ ત્રણેય હુમલાખોરોને ઠાર માર્યા હતા. હુમલો થતાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. એ પછી હુમલાખોરો અને સુરક્ષાદળો વચ્ચે ફાયરિંગ થયું હતું. આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. તાલિબાને કહ્યું કે, આ હુમલામાં તેના કોઈ સભ્ય સંડોવાયેલા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter