કુપરનિતોના મેયરપદે ભારતીય સવિતા વૈદ્યનાથન

Wednesday 21st December 2016 08:38 EST
 
 

વોશિંગ્ટનઃ પહેલી જ વાર ભારતીય મૂળના અમેરિકી મહિલા કેલિફોર્નિયાના કુપરતિનો શહેરના મેયરપદે ચૂંટાઇ આવ્યા છે. કુપરતિના ખાતે જ એપલનું મુખ્યાલય આવેલું છે. સવિતા વૈદ્યનાથન એમબીએ સુધી ભણેલા છે અને શાળામાં ગણિત ભણાવે છે. એક કોમર્શિયલ બેંકમાં અધિકારીપદ પણ સંભાળે છે. ગયા સપ્તાહે તેમણે મેયરપદે શપથ લીધા ત્યારે તેમના માતા પણ ભારતથી પહોંચ્યા હતા. વૈદ્યનાથને શપથ લીધા પછી કહ્યું હતું કે, તેમના જીવનની તે અણમોલ પળો હતી. ફોર્બ્સે આ અંગેના અહેવાલ આપતાં જણાવ્યું હતું કે અમેરિકાનું આ ખૂબ જ શિક્ષિત ગામ છે. અહીંની સ્થાનિક શાળા પણ ઊંચો રેન્ક ધરાવે છે. સવિતા નગરમાં ૧૯ વર્ષથી વસે છે. શહેરની અનેક સામુહિક પ્રવૃત્તિમાં તેઓ સક્રિય રહ્યા છે. ભારતીય મૂળની મહિલા આ રીતે ત્યાંના પ્રથમ મેયર બની રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter