કે. પી. ઓલી શર્મા ભારત સમર્થક પક્ષ સાથે હાથ મિલાવવાની તૈયારીમાં

Tuesday 05th January 2021 16:47 EST
 

કાઠમાંડુઃ નેપાળમાં રાજકીય કટોકટીનો લાભ લેવા હવાતિયાં મારી રહેલા ચીનને નેપાળના પૂર્વ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને પ્રચંડ બંનેએ ઝટકો આપ્યો છે. ઓલી ભારત સમર્થક નેપાળી કોંગ્રેસની સાથે હાથ મિલાવી શકે છે. બીજી તરફ પૂર્વ વડા પ્રધાન પુષ્પકમલ દહાલ પ્રચંડે પણ ભારતની મુલાકાત લીધી છે. જોકે પ્રચંડની ભારતની મુલાકાત અંગત હોવાનું જણાવવામાં આવ્યું છે. તેઓ પોતાની બીમાર પત્નીની સારવાર માટે મુંબઈ આવ્યા હોવાનું કહેવાય છે. તેમના પત્નીને પાર્કિન્સનની બીમારી હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. તેઓની સારવાર મુંબઈના ન્યૂરોજેન બ્રેઈન એન્ડ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતી હોવાનું કહેવાય છે. અગાઉ તેમની સારવાર અમેરિકા અને સિંગાપોરમાં પણ થઈ ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter