કેનેડા ચૂંટણીમાં ચીનનો હસ્તક્ષેપઃ ટ્રુડો સામે તપાસ માટે દબાણ વધ્યું

Sunday 12th March 2023 01:47 EST
 
 

બેઇજિંગ: એશિયા અને યુરોપમાં પ્રભુત્વ જમાવવા પ્રયત્નશીલ ચીને કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. બીબીસીએ કેનેડાનાં મીડિયા અહેવાલનાં આધારે કહ્યું છે કે, ચીને કેનેડામાં 2019 અને 2021માં થયેલી બે ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. આમાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને જીત અપાવવા મદદ કરાઇ હતી. મનાય છે કે, આ પ્રયાસોથી ચૂંટણીનાં પરિણામ તો બદલાયા નથી, પરંતુ ટ્રુડો પર આરોપોને લઇને રાષ્ટ્રીય તપાસ શરૂ કરવા દબાણ વધી ગયુ છે. કેનેડાની ચૂંટણી તપાસ સંસ્થાએ કહ્યું છે કે, તે ચીનના હસ્તક્ષેપના આરોપમાં તપાસ કરશે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ચીને 2019ની ચૂંટણીમાં 11 ઉમેદવારને સમર્થન આપ્યું હતું. એક મામલામાં 2.5 લાખ ડોલર આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter